BANASKANTHAGUJARAT

થરા ખાતે સાંઈ ટાઉનશિપ સોસાયટીમાં શ્રીગોગા મહારાજ ના પાંચમાં પાટોત્સવ નિમિતે યજ્ઞ યોજાયો…

કાંકરેજ તાલુકાના વહેપારી મથક થરામાં આવેલ સાંઈ ટાઉનશીપ સોસાયટીમાં બિરાજમાન શ્રીગોગા મહારાજ ના મંદિરે સોસાયટીના રહીશો દ્વારા સંવત ૨૦૮૧ ના આસો સુદ-૫ને શનિવાર તા.૨૭/૦૯/૨૦૨૫ ના રોજ પાંચમાં પાટોત્સવની ઉજવણી કરાઈ હતી.

થરા ખાતે સાંઈ ટાઉનશિપ સોસાયટીમાં શ્રીગોગા મહારાજ ના પાંચમાં પાટોત્સવ નિમિતે યજ્ઞ યોજાયો…

કાંકરેજ તાલુકાના વહેપારી મથક થરામાં આવેલ સાંઈ ટાઉનશીપ સોસાયટીમાં બિરાજમાન શ્રીગોગા મહારાજ ના મંદિરે સોસાયટીના રહીશો દ્વારા સંવત ૨૦૮૧ ના આસો સુદ-૫ને શનિવાર તા.૨૭/૦૯/૨૦૨૫ ના રોજ પાંચમાં પાટોત્સવની ઉજવણી કરાઈ હતી.યજ્ઞના આચાર્ય શાસ્ત્રી બળદેવભાઈ પંડયા સહીત શાસ્ત્રીઓના મુખારવિંદે શાસ્ત્રોકત વિધિવિઘાનથી મંત્રોચ્ચાર સાથે ઠાકોર અમરતજી વધાજી (પત્રકાર)ના મુખ્ય યજમાન પદે યજ્ઞ યોજાયો હતો.મુખ્ય ભોજન પ્રસાદ ડૉ. રાજેશ કે.બ્રહ્મભટ્ટ,સહયોગી ભોજનનો લાભ જગદીશભાઈ ગૌસ્વામી (આચાર્ય વડા શાળા) એ લીધો.જેમાં બનેસિંહ દરબાર દ્વારા અગ્નિનારાયણ પ્રગટાવેલ, કાંતિજી ઠાકોર દ્વારા શ્રીગોગા મહારાજને ધજા ચડાવવામાં આવેલ.ફુલહારના દાતા ઝાલા જયદીપસિંહ /મેઘરાજસિંહ, સાંજની આરતી નિકુલભાઈ પ્રજાપતિ એ ઉતરેલ,સાંજની પ્રસાદ દયારામભાઈ જોષી તરફ થી આપવામાં આવી હતી.શ્રી ગોગા મહારાજનું મહાપૂજન સોમાભાઈ પંચાલે કરેલ,યજ્ઞની પુર્ણાહુતી બાદ સાંજે સૌ ભવિક ભક્તોએ શ્રીગોગા મહારાજના દર્શન કરી ભોજન પ્રસાદ લઈ રાત્રે ગરબે ધુમી ધન્યતા અનુભવી હતી કાર્યક્રમને સફળ બનાવવા સોસાયટીના રહીશોએ અથાગ મહેનત કરી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.ત્યારે કાંકરેજ તાલુકા ક્ષત્રિય ઠાકોર સમાજ કેળવણી મંડળ થરાના પ્રમુખ ભુપતજી મકવાણા,સી.વી. ઠાકોર,પાલિકા પૂર્વ પ્રમુખ વિનોદજી ઠાકોર,થરા પી.આઈ. કે.બી.દેસાઈ,રામ-લક્ષ્મની જોડી સમા અને શ્રી જલારામ મંદિર થરાના ટ્રસ્ટ્રી હર્ષભાઈ – નિરંજનભાઈ ઠક્કર સહિત કાંકરેજ તાલુકામાંથી વિશાળ સંખ્યામાં ભવિકભક્તો સહિત આગેવાનો પધારી પ્રસંગની શોભા વધારી હતી.
નટવર.કે.પ્રજાપતિ,થરા
મો.૯૯૭૯૫ ૨૧૫૩૦

Back to top button
error: Content is protected !!