BANASKANTHAGUJARATKANKREJ

થરા માર્કેટયાર્ડમા જિલ્લા ભાજપ પ્રમુખ ની ઉપસ્થિતિમા યજ્ઞ તથા “સ્વચ્છતા ઝુંબેશ” હાથ ધરાઈ.

થરા માર્કેટયાર્ડ ખાતે યજ્ઞ તથા "સ્વચ્છતા ઝુંબેશ" કાર્યક્રમનું ભવ્ય આયોજન કરાયું હતું

થરા માર્કેટયાર્ડમા જિલ્લા ભાજપ પ્રમુખ ની ઉપસ્થિતિમા યજ્ઞ તથા “સ્વચ્છતા ઝુંબેશ” હાથ ધરાઈ.

ધર્મભૂમિ ઓગડ તાલુકાના મુખ્ય મથક થરા માર્કેટયાર્ડ ખાતે શ્રી મહાકાલ નવખંડ મહાદેવજી ના મંદિરની બાજુમાં યજ્ઞ તથા માર્કેટ યાર્ડમા “સ્વચ્છતા ઝુંબેશ” કાર્યક્રમનું ભવ્ય આયોજન કરાયું હતું.વડા પ્રધાન નરેન્દ્ર મોદી સરકારના અવિરત ૧૨ વર્ષ વિશ્વાસ, વિકાસ અને જન કલ્યાણના ૧૨ વર્ષ પૂર્ણ થવાના અવસરે થરા શહેર-કાંકરેજ તાલુકા-ઓગડ તાલુકા ભાજપા દ્વારા બ.કાં.જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા ના યજમાન પદે શાસ્ત્રીજી રાઘવેન્દ્ર જોષી ના મુખારવિંદે શાસ્ત્રોક્ત વિધિ વિધાન થી મંત્રોચ્ચાર સાથે ૧૦ મી જૂન ૨૦૨૬ ના રોજ યજ્ઞ યોજાયો હતો. કાર્યકર્તાઓ સાથે મળી “સ્વચ્છતા ઝુંબેશ”કાર્યક્રમમાં સહભાગી થઈ શ્રમદાન કર્યું ત્યારે બનાસબેંકના ચેરમેન ડાહ્યાભાઈ પીલીયતાર,APMC ચેરમેન ઈશ્વરભાઈ પટેલ,થરા સ્ટેટમાજી રાજવી પૃથ્વીરાજસિંહ વાઘેલા, બ.કાં. જિલ્લા પંચાયત અધ્યક્ષ પ્રધાનજી રાઠોડ,થરા શહેર ભાજપ પૂર્વપ્રમુખ કનુભાઈ ઠક્કર,ચાંગા સરપંચ હરદાસભાઈ ચૌધરી,ઓગડ તાલુકા ભાજપ ના નવનિયુક્ત ઉપ પ્રમુખ દશરથભાઈ ઠક્કર, GKTS થરા શહેર પ્રમુખ સોમાજી જગાણી સહીત સૌ કાર્યકર્તાઓ વિશાળ સંખ્યામા હાજર રહ્યા હતા.
નટવર કે.પ્રજાપતિ,થરા
મો. 99795 21530

Back to top button
error: Content is protected !!