સુરેન્દ્રનગર ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગ ટ્રેનર રિફ્રેશર તાલીમ શિબિર સંપન્ન

તા.31/12/2025/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર
ગુજરાત સરકાર દ્વારા રાજ્યના નાગરિકોના ઉત્કૃષ્ટ સ્વાસ્થ્ય માટે મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય વધતા જતા સ્થૂળતાના પ્રમાણને ઘટાડી લોકોને શારીરિક અને માનસિક રીતે સુદ્રઢ બનાવવાનો છે આ લક્ષ્યને હાંસલ કરવામાં યોગ એક પાયાની ભૂમિકા ભજવે છે આ જ ઉમદા હેતુથી ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગના પ્રચાર-પ્રસાર અને યોગ ટ્રેનરોની કાર્યક્ષમતામાં વધારો કરવા માટે સુરેન્દ્રનગરની વન વર્લ્ડ નર્સિંગ કોલેજ ખાતે એક વિશેષ રિફ્રેશર તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું આ તાલીમ શિબિરમાં જિલ્લાના અનેક યોગ ટ્રેનરોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો આ કાર્યક્રમનું સફળ આયોજન ઝોન કો-ઓર્ડિનેટર વંદનાબેન રાજાણી, જિલ્લા કો-ઓર્ડિનેટર મોનિકા ચુડાસમા તથા ગબરુભાઈ ભરવાડ દ્વારા કરવામાં આવ્યું હતું તાલીમ દરમિયાન ટ્રેનરોને મેદસ્વિતા નિવારણ માટેના ખાસ આસનો, પ્રાણાયામ અને યોગ બોર્ડના નવા અભ્યાસક્રમ અંગે ઊંડાણ પૂર્વક સમજણ આપવામાં આવી હતી આ તાલીમનો મુખ્ય ઉદ્દેશ્ય યોગ ટ્રેનરો પોતાના ક્લાસમાં સાધકોને વધુ વૈજ્ઞાનિક પદ્ધતિથી યોગ શીખવી મેદસ્વિતા મુક્ત અભિયાનને વેગ આપી શકે તે માટે કૌશલ્ય વર્ધન કરવાનો રહ્યો હતો આ અવસરે ન્યાયકરણના પ્રિન્સિપાલ વિક્રમસિંહ પરમાર, પતંજલિના પ્રભારી સી.કે. પરમાર, પતંજલિ કો-ઓર્ડિનેટર જાંબા ઝાલા તથા માનવ અધિકાર સંઘના હસમુખસિંહ પરમાર, ઓમ શાંતિ પરિવારના કોમલ દીદી, વન વર્લ્ડ કોલેજના પ્રિન્સિપાલ રાજેન્દ્ર સર સહિતના મહાનુભાવોએ ઉપસ્થિત રહીને તાલીમ મેળવી રહેલા ટ્રેનરોનો ઉત્સાહ વધાર્યો હતો.




