HIMATNAGARSABARKANTHA
હિંમતનગર ખાતે શહેરની મધ્યમાં ઉમાશંકર બ્રિજ નીચે અજાણ્યા પુરુષની લાશ મળી આવી.
તારીખ 3- 6- 2024 ના રોજ સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર ખાતે શહેરની મધ્યમાં ઉમાશંકર બ્રિજ નીચે અજાણ્યા પુરુષની લાશ મળી આવી લાશ મળતા લોકો માં ચર્ચાનો વિષય બન્યો છે. સ્થાનિક લોકો ને સાંજે 5:00 વાગ્યાની આસપાસ ખબર પડતા લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. ત્યારબાદ પોલીસ પ્રશાસન 7:00 વાગ્યાની આસપાસ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી