GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
વેજલપુર ઉર્દૂ શાળા પાસે ગંદકીનું સામ્રાજય,ભારે પરેશાની નો સામનો કરતા નાના બાળકો.!!

તારીખ ૧૮/૦૭/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકા ની મોટામાં મોટી વેજલપુર ગ્રામ પંચાયત ગણાય છે જ્યાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યો છે ત્યારે વેજલપુરમાં આવેલી ઉર્દૂ સ્કૂલ પાસે ગંદકી ફેલાયેલી જોવા મળી રહેલ છે જ્યારે આ સ્કૂલ માં ૫૦૦ ઉપરાંત બાળકો અભ્યાસ કરે છે અને આ બાળકો ને સ્કૂલ માં પ્રવેશ કરવા માટે ઘણી મુસીબતો નો સામનો કરવો પડે છે જ્યારે સરકાર દ્વારા વેજલપુર વિસ્તારમાં સફાઈ અભિયાન અંતર્ગત ગ્રાન્ટ ફાળવવામાં આવે છે અને આ ગ્રાન્ટ ક્યાં વાપરવામાં આવે છે જ્યારે આ સ્કૂલ માં અભ્યાસ કરવા અંદાજે ૧૦૩૦ બાળકો આવે છે.આ બાળકો મહા મુસીબતે શાળામાં પ્રવેશ કરે છે અને આ વિસ્તારમાં સફાઈ ના અભાવે ગંદકી ફેલાયેલી જોવા મળી રહેલ છે જેથી વેજલપુર ગ્રામ પંચાયત દ્વારા તાત્કાલિક કામગીરી કરવામાં આવે તેવું ગ્રામજનો જણાવી રહ્યા છે.






