નવસારી જિલ્લામાં ૧૫ થી ૩૫ વર્ષના યુવક યુવતીઓ માટે યુવક નેતૃત્વ તાલીમ શિબિર અને યોગાસન તાલીમ શિબિર યોજાશે…
વાત્સલ્યમ્ સમાચાર
મદન વૈષ્ણવ
કમિશ્નરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ ગાંધીનગર હસ્તકની જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી નવસારી દ્રારા ચાલુ વર્ષે નવસારી જિલ્લાના 15 થી 35 વર્ષના યુવક યુવતીઓ માટે જિલ્લાકક્ષા યુવક નેતૃત્વ તાલીમ શિબિર અને જિલ્લાકક્ષા યોગાસન તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવનાર છે. આ શિબિરમાં તેમને નેતૃત્વશક્તિ, વ્યક્તિત્વ વિકાસ, કારકીર્દિ માર્ગદર્શન અને યોગ નિદર્શન વગેરે વિવિધ બાબતોની તાલીમ આપવામાં આવશે. તાલીમ પૂર્ણ થયેથી પ્રમાણપત્ર આપવામાં આવશે. આ શિબિરમાં જેમની અરજી આવી હશે તેમની પસંદગી સમિતિ દ્વારા પસંદગી કરી આ શિબિરમાં જોડાવા માટેની જાણ કરવામાં આવશે. શાળા/કોલેજ/સંસ્થાના યુવક યુવતીઓને આ તાલીમ શિબિરમાં ભાગ લેવા અરજી કરી શકશે. રસ, ધરાવતા શિબિરાર્થિઓએ તા.૨૫/૦૯/૨૦૨૫ સુધીમાં આધારકાર્ડ ઉપર સંપર્ક નંબર સાથે અભ્યાસની વિગતો દર્શાવી તેમના પ્રવેશ અંગે જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, ૧૬૦૭, “કામાક્ષી”, સ્વપ્નલોક સોસાયટી, કાલિયાવાડી, નવસારી ખાતે અથવા Email: dydonavsari28@gmail.com પર ઈમેલ દ્વારા મોકલી આપવા તથા વધુ માહિતી માટે જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી નવસારી ટેલીફોન નં- ૦૨૬૩૭-૨૮૦૬૬૩ પર સંપર્ક કરવા જિલ્લા યુવા વિકાસ અધિકારી નવસારીની અખબારી યાદી મારફત જણાવાયું છે.