
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.
ભુજ,તા-૨૫ ડિસેમ્બર :દેશના યશશ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદીના “હમ ફીટ તો, ઇન્ડિયા ફીટ” આહ્વાન થી દેશના દરેક લોકસભા વિસ્તારમાં “સાંસદ ખેલ મહોત્સવ – ૨૦૨૫” અંતર્ગત 21 સપ્ટેમ્બર થી 25 ડિસેમ્બર સુધી વિવિધ સ્પર્ધાઓનો આયોજન કરવા આહ્વાન કરવામાં આવેલ. જે અંતર્ગત કચ્છ લોકસભા વિસ્તારના સૌ રમતવીરોને પ્રોત્સાહન આપવા અને યુવા પ્રતિભાઓને નિખારવા હેતુ આ રાષ્ટ્રીય ખેલ મહોત્સવ અંતર્ગત ૨૧ સપ્ટેમ્બર થી કચ્છ જીલ્લાના વિવિધ સ્થળો પર જુદી-જુદી સ્પર્ધાનો આયોજન કરવામાં આવ્યું.
સાંસદ શ્રી વિનોદભાઇએ જણાવ્યું હતું કે, સાંસદ ખેલ મહોત્સવ – ખેલાડીઓના કૌશલ્યને નિખારવા માટેનું એક ઉત્તમ મંચ છે. જેના માધ્યમથી અનેક ખેલાડીઓએ બમણા ઉત્સાહથી ભાગ લઈને તેમની જીતના લક્ષ્યને સાકાર કરવા માટે ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. તેમજ આ ખેલ મહોત્સવથી સ્થાનિક સ્તરે યુવા ખેલાડીઓને પોતાની પ્રતિભા દર્શાવવાનો અનેરો અવસર પણ મળ્યો છે.
ફિટ યુવા – વિકસિત ભારત તરફનું એક સશક્ત પગલું છે. જેને જાળવી રાખતા કચ્છ લોકસભા વિસ્તારમાં નીચે મુજબની વિગતે ૩૧ થી વધુ સ્પર્ધાઓનો આયોજન કરવામાં આવેલ છે.
ક્રમ,તારીખ
ખેલ મહોત્સવ સ્થળની વિગત
સ્પર્ધા – (૧)-21-09-2025
એમ.એસ.વીહાઇસ્કુલ,માધાપર-હોકી,
(૨)-21-09-2025-એમ.એસ.વીહાઇસ્કુલ,માધાપર
તીરંદાજી,(૩)-28-09-2025
આર.ડી.વરસાની સ્કુલ,ભુજ
કુસ્તી,
(૪)- 05-10-2025
જ્યુબીલી સર્કલ થી સ્મૃતિવન ,ભુજ
સાયકલીંગ,
(૫)-05-10-2025
જ્યુબીલી ગ્રાઉન્ડ,ભુજ
કોથળા દોડ,
(૬)-05-10-2025
જ્યુબીલી ગ્રાઉન્ડ,ભુજ
લીબું ચમચી
(૭)-05-10-2025
જ્યુબીલી ગ્રાઉન્ડ,ભુજ
સંગીત ખુરશી,
(૮)-05-10-2025
જ્યુબીલી ગ્રાઉન્ડ,ભુજ
દોરડા કુદ,
(૯)-02-11-2025
જ્યુબીલી ગ્રાઉન્ડ,ભુજ
વુમન બોક્ષ ક્રિકેટ,
(૧૦)-02-11-2025
એમ.એસ.વી.હાઇસ્કુલ, માધાપર,ભુજ
દોરડા ખેંચ,
(૧૧)-02-11-2025
એમ.એસ.વી.હાઇસ્કુલ, માધાપર,ભુજ
દોરડા ખેંચ (ફીમેલ),
(૧૨)-09-11-2025
એસ.કે.વી.એમ. મીરઝાપર,ભુજ
વોલી બોલ પાસીંગ (ફીમેલ),
(૧૩)-09-11-2025
સર્વોદય સ્પોર્ટ્સ ક્લબ,માધાપર
વોલી બોલ શુટીંગ,
(૧૪)-16-11-2025
એમ.એસ.વી.હાઇસ્કુલ, માધાપર,ભુજ
૧૦૦,૨૦૦,૪૦૦,૮૦૦ અને ૧૫૦૦ મીટર દોડ,
(૧૫)-16-11-2025
એમ.એસ.વી.હાઇસ્કુલ, માધાપર,ભુજ
ગોળા ફેંક,
(૧૬)-16-11-2025
એમ.એસ.વી.હાઇસ્કુલ, માધાપર,ભુજ
ચક્ર ફેંક,
(૧૭)-16-11-2025
એમ.એસ.વી.હાઇસ્કુલ, માધાપર,ભુજ
ભાલા ફેંક,
(૧૮)-16-11-2025
એમ.એસ.વી.હાઇસ્કુલ, માધાપર,ભુજ
લાંબી કુદ,
(૧૯)-16-11-2025
એમ.એસ.વી.હાઇસ્કુલ, માધાપર,ભુજ
ઉંચી કુદ,
(૨૦)-16-11-2025
એમ.એસ.વી.હાઇસ્કુલ, માધાપર,ભુજ
ગોળા ફેંક,
(૨૧)-૩૦-11-2025
સ્પંદન સ્પોર્ટ્સ એકેડેમી, માંડવી
ચેસ,
(૨૨)-૩૦-11-2025
સ્પંદન સ્પોર્ટ્સ એકેડેમી, માંડવી
ટેબલ ટેનીસ,
(૨૩)-05-12-2025
સ્પોર્ટ્સ સંકુલ,ગાંધીધામ
કરાટે,
(૨૪)-07-12-2025
સ્પોર્ટ્સ સંકુલ,ગાંધીધામ
ફૂટબોલ,
(૨૫)-14-12-2025
સ્મૃતિવન,ભુજ
યોગાસન,
(૨૬)-14-12-2025
સ્મૃતિવન,ભુજ
સૂર્ય નમસ્કાર,
(૨૭)-24-12-2025
ધાણેટી,ભુજ
કબડ્ડી,
“સાંસદ ખેલ મહોત્સવ – ૨૦૨૫” અંતર્ગત વિવિધ સ્પર્ધામાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, ચૂંટાયેલ સભ્યો અને વિવિધ મોરચાના હોદ્દેદારો ઉપસ્થિત રહી શુભારંભ કરાવ્યો હતો અને સ્પર્ધામાં ભાગ લેનાર તમામ સ્પર્ધકોને પ્રોત્સાહિત કરવા માટે પ્રમાણપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. “સાંસદ ખેલ મહોત્સવ – ૨૦૨૫” ના સુંદર અને સફળ આયોજન બદલ તેમાં સાથ અને સહયોગ આપેલ સર્વેનું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું.
“સાંસદ ખેલ મહોત્સવ – ૨૦૨૫” અંતર્ગત યોજાયેલવિવિધ સ્પર્ધાઓમાં કુલ્લ 5000 થી વધુ ખેલાડીઓએ ભાગ લઇ પોતાનું કૌશલ્ય બતાવ્યું હતું.
આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની “જો ખેલતા હૈ, વહી ખીલતા હૈ – He Who Plays, Shines” ની પ્રેરણાથી તથા “વિકસિત ભારત” ના સંકલ્પને સાકાર કરવાની કટીબદ્ધતા સાથે કચ્છ લોકસભા વિસ્તારમાં આયોજિત “સાંસદ ખેલ મહોત્સવ – ૨૦૨૫” એક યાદગાર ખેલ સ્પર્ધા બની ગઈ છે. સાંસદ ખેલ મહોત્સવ થકી યુવાઓની પ્રતિભાને યોગ્ય પ્લેટફોર્મ મળ્યું જે યુવાનોની ઉર્જા, ઉત્સાહ અને ઉમંગ સાથેનો એક રમતોત્સવ સાબિત થયો.
સાંસદ સાથે જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદ, જિલ્લા પંચાયત અધ્યક્ષ જનકસિંહ જાડેજા, સર્વશ્રી નરેન્દ્ર પ્રજાપતિ, હિતેશભાઈ ખંડોલ, દિનેશભાઇ ઠક્કર, વાલજીભાઇ આહીર, શ્રીમતી પારૂલબેન કારા, મિતભાઈ ઠક્કર, દાદુભા ચૌહાણ, નરેશભાઇ મહેશ્વરી, વિજય રાજપુત, રશ્મિબેન સોલંકી, વીજુબેન રબારી, રીતેનભાઈ ગોર, પલ્લવીબેન ઉપાધ્યાય, શંભુભાઈ જરૂ, શૈલેન્દ્રસિંહ જાડેજા, પ્રવિણાબેન રાઠોડ, દિપક ડાંગર, અશોક બરાડીયા, દીપક સિજુ, આમદ જત, જયંત ભાઈ ઠક્કર, હસમિતાબેન ગોર, રમેશ આહીર, જગદીશ માધાપરિયા ઉપસ્થિત રહ્યા હતા. સાંસદ ખેલ મહોત્સવ ના ઇન્ચાર્જ તરીકે જયંતભાઈ માધાપરિયા, સહ ઇન્ચાર્જ તરીકે વિશાળ ઠક્કર, કોચ તરીકે વિ. એલ. ડાકી, વિષ્ણુભાઈ ચૌધરી, કુલદીપસિંહ જાડેજા, હિનાબેન ગોર,સનીભાઈ બૂચીયા,શરદભાઈ, લક્ષ્મીશંકર જોશી,ડો. આર.ડી.ઝાલા,વિનય મિશ્રા,સચિન વાઘડિયા, ભરત મહેશ્વરી, રશ્મિતાબેન વીરડા, સુનિલભાઈ,આશિષ આહીર,પિયુષ વાત્સવ, પલ્લવી રાજપુત,મહેશ મીરાણી એ સેવા આપી હતી,વ્યવસ્થાપક તરીકે પ્રતિક શાહ,કિશોર નટ, રમેશ દાફડા,શક્તિસિંહ ઝાલા,દિપકસિંહ ઝાલા રહ્યા હતા.સ્પર્ધકો, વિજેતાઓ ને શિલ્ક અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવેલ.







