
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.
ભુજ,તા-૧૭ ડિસેમ્બર :- દેશના યશશ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા દેશના દરેક લોકસભા વિસ્તારમાં “સાંસદ ખેલ મહોત્સવ – ૨૦૨૫” નો આયોજન કરવા આહ્વાન કરવામાં આવેલ. જે અંતર્ગત કચ્છ લોકસભા વિસ્તારના સૌ રમતવીરોને પ્રોત્સાહન આપવા અને યુવા પ્રતિભાઓને ઓળખવા માટે આ રાષ્ટ્રીય ખેલ મહોત્સવ અંતર્ગત ૨૧ સપ્ટેમ્બર થી જુદી-જુદી સ્પર્ધાનો આયોજન કરવામાં આવેલ છે.“સાંસદ ખેલ મહોત્સવ – ૨૦૨૫” ને સફળતાપૂર્વક આગળ વધારતા કચ્છ લોકસભાના લોકપ્રિય સાંસદ અને ગુજરાત પ્રદેશ ભાજપ ના મહામંત્રી વિનોદભાઈ ચાવડા દ્વારા આજે તા.૧૪/૧૨/૨૦૨૫, રવિવારે ભુજ શહેરના સ્મૃતિવન ખાતે સૂર્ય નમસ્કાર અને યોગ સ્પર્ધાનો આયોજન કરવામાં આવ્યું. આ સ્પર્ધામાં બહોળી સંખ્યામાં સ્પર્ધકોએ ભાગ લઈ પોતાનું કૌશલ્ય બતાવ્યું હતુ.આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવો દ્વારા સ્પર્ધાને શુભારંભ કરવામાં આવ્યો હતો અને સ્પર્ધામાં ભાગ લેનાર તમામ સ્પર્ધકોને પ્રોત્સાહિત કરવા માટે પ્રમાણપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે નિર્ણાયક ઓ નરેન્દ્રભાઈ ચોધરી, વંદનાબેન સરાઓગી વિરલભાઈ આહીર, શૈલેશભાઈ સુંડા નરેન્દ્રભાઈ પ્રજાપતિ, રવિભાઈ ગરવા, રાજેશભાઈ ગોર, પારૂલબેન કારા, જયંતભાઈ ઠક્કર, દીપકભાઈ ડાંગર, હસ્મીતાબેન ગોર, આશીકાબેન ભટ્ટ, રચનાબેન શાહ, પલ્લવીબેન ઉપાધ્યાય, બીન્દીબેન ભાટ્ટી, કૃપાબેન જોશી, વેદાંશીબેન શેઠ, મોશમી શેઠ, શર્મીલાબેન પટેલ, અશોકભાઈ હાથી, મોહનભાઈ ચાવડા, નરેશભાઈ મહેશ્વરી, જયંતભાઈ માધાપરિયા, અનિલભાઈ છાત્રાડા, સંજભાઈ ઠક્કર, હિતેશભાઈ ખંડોલ, દાદુભાઈ ચોહાણ, નીલેશભાઈ દાફડા, વિષ્ણુભાઈ ચોધરી, કુલદીપસિંહ જાડેજા, ડી. એલ. ડાકી ઉપસ્થિત રહ્યા હતા.






