અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
ફેસબુક ફ્રોડ : મોડાસાના ડોક્ટર સાથે મેડિકલ પ્રેક્ટિસમાટે લાઇન્સ મેળવવા સારુ ફેસબૂક પર ફ્રોડ થયેલ ગુન્હાનો આરોપી ઝડપાયો
યુ એ.ઇ. ખાતે મેડિકલ પ્રેક્ટિસ કરવા લાઇસન્સ આપવા તથા દુબઇ ખાતે ડોક્ટરની પ્રાથમિક તાલીમ કરાવનાર અને ડોક્ટર તરીકે ની ખોટી ઓળખાણ આપી ફરીયાદીને વિશ્વાસમાં લઇ રૂ.29,81,000/- (ઓગણત્રીસ લાખ એક્યાસી હજાર) રૂપિયાનો સાઇબર ફ્રોડ કરનાર ઇન્ટરનેશનલ ગેંગના સભ્યને ઝડપી પાડી ગુન્હો ડિટેક્ટ કરી અરવલ્લી જિલ્લા સાયબર ક્રાઇમ પોલિસ અરવલ્લી જિલ્લાને સફરતા હાથ લાગી હતી
મોડાસા સાર્વજનીક હોસ્પીટલ ખાતે ડોક્ટર તરીકે સેવા આપતા ડો.પ્રીતમ ભરતભાઇ મહેશ્વરી નાઓએ ફેસબકુ ઉપર યુ.એ.ઇ. ખાતે મેડીકલ પ્રેક્ટીસનું સર્ટી મેળવવા બાબતેની ખોટી લોભામણી જાહેરાતમાં આવી જતા તેઓની સાથે રૂ.29,81,000/- નો સાયબર ક્રાઇમ ફ્રોડ થયેલ જે બાબતે તેઓએ મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ જે આ ગન્હાના ની તપાસ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન અરવલ્લી ને સોંપાતા, તપાસ દરમિયાન ગુન્હામાં સંકરાયેલ આરોપી દિપુસિંહ રવિન્દ્રસિંહ કૈલાસસિંહ રાજપતુ રહે. યાદવનગર, હાટકેશ્વર, અમદાવાદ મૂળ રહે. ખાલીસપુર તા.બેલથરા રોડ,જી.બલીયા, ઉતરપ્રદેશ વાળાને આ ગુન્હાના કામે પોલીસ ઇન્સપેક્ટર એ .આઇ.ચાવડા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન તથા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટાફ ના માણસો કુલદીપસિંહ કનુસિંહ,સંજયકુમાર રમણભાઈ,દ્વારા અમદાવાદ ખાતેથી પકડી પાડી અટક કરી ગન્હો ડીટેક્ટ કરવામાં સાયબર ક્રાઇમને સફરતાં હાથ લાગી હતી





