BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT

ભરૂચ હાઇવે ઉપર સેગવા-વરેડીયા ચોકડી ઉપર ગાયોના ધણ ઉપર મહાકાય ટ્રેલર ફરી વળતા છ ગાય ના મોત આઠ થી વધુને ઇજા થઈ હતી.જેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે.

સમીર પટેલ, ભરૂચ

ભરૂચના નેશનલ હાઈવે 48 પર થી 19 મી ફેબ્રુઆરીના સાંજના સમયે પશુપાલકો ગાય સહિતના પશુઓને ચરાવી સેગવા જઈ રહ્યા હતા તે દરમ્યાન સેગવા-વરેડીયા ચોકડી ઉપર એક મહાકાય ટ્રેલરના નીચે ગાયો આવી જતાં છ ગાયોના સ્થળ પર જ મોત નીપજ્યાં હતાં જ્યારે આઠ જેટલી ગાયને ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ ઘટનામાં પશુપાલકે ગબરૂ રયાભાઈ લાંબકા ભરવાડે ટેન્કર ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી.બીજી બાજુ અકસ્માત સર્જી ટ્રેલર ચાલક ગભરાઈને વાહન સ્થળ પર મૂકી ફરાર થઈ ગયો હતો. તે બાદમાં પાલેજ પોલીસ મથકે હાજર થઈ ગયો હતો.જોકે આ ઘટનાના સીસીટીવી ફુટેજ સામે આવ્યા છે જેમાં એક તરફ જઈ રહેલા ગાયના ટોળું અચાનક ભાગવા જતાં મહાકાય ટ્રેલરની અડફેટમાં આવી ગયા હતા.હાલમાં પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!