GUJARATKUTCHMANDAVI

રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-કચ્છ માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક સંવર્ગ દ્વારા રજૂઆતને આવકારાઇ.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.

માંડવી,તા-૨૧ ફેબ્રુઆરી : હોળી-ધુળેટીના તહેવારોને ધ્યાને રાખી હોળી-ધુળેટી તરત પહેલા શરૂ થતા મધ્યસ્થ મુલ્યાંકન કેન્દ્રો આ તહેવાર પછી શરુ કરવા બાબત ABRSM-ગુજરાત દ્વારા માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ અધ્યક્ષ અને કમિશનરને રજૂઆત કરાઈ.

ગુજરાત રાજ્યના માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષકો દ્વારા મૂલ્યાંકન કેન્દ્ર પર મૂલ્યાંકન કાર્ય શરૂ થઈ રહ્યું છે. હોળી-ધૂળેટી પર્વના પાવન અવસર પર સમગ્ર રાજ્યમાં આનંદ અને ઉત્સાહનો માહોલ હોય છે. આ પર્વ મોટાભાગે શિક્ષકો પોતાના વતન તથા પોતાના પરિવારજનો સાથે ઉજવતા હોય છે. હોળી પર્વ તા. 13/3/25 તથા ધૂળેટી તા. 14/03/25 ના રોજ છે. આ તારીખ તરત પહેલાં શરૂ થતાં મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રો આ તહેવાર પછી શરૂ કરવામાં આવે તો શિક્ષકોને પરિવાર સાથે આ પર્વને આનંદમય રીતે ઉજવી શકે. આને ધ્યાનમાં રાખીને હોળી ધુળેટીના એક બે દિવસ પહેલા શરૂ થતા મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રોને તારીખ 15/03/25 થી શરૂ કરવામાં આવે તો ધાર્મિક તહેવારને શિક્ષકો સંપૂર્ણ રીતે પોતાના પરિવાર સાથે ઉજવી શકે. જો 11/03/2025 મધ્યસ્થ મધ્યસ્થ મૂલ્યાંકન શરૂ કરવામાં આવે તો વતન થી દુરના શિક્ષકો પોતાના ઘરે જઈ પરીવાર સાથે તહેવારોની ઉજવણી કરી શકશે. જો હોળી ધુળેટી તહેવાર પછી મધ્યસ્થ મૂલ્યાંકન શરૂ કરવામાં આવે તો પોતાના પરિવાર સાથે ધાર્મિક તહેવારની ઉજવણી કરી મધ્યસ્થ મૂલ્યાંકનમાં ખૂબ સારી રીતે જોડાઇ શકે એમ છે. આ માંગણી શિક્ષકોના પરિવારીક જીવન અને ભારતીય સંસ્કૃતિના પાવન પર્વને ઉજવવાના હેતુને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે. જેને ધ્યાને રાખી યોગ્ય નિર્ણય કરવા અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત ગ્રાન્ટેડ ના જીજ્ઞેશભાઈ પટેલ આચાર્ય સંવર્ગ, રાજેન્દ્રસિંહ વલજી માધ્યમિક સંવર્ગ, મિતેષભાઈ ભટ્ટ ઉચ્ચતર માધ્યમિક સંવર્ગ દ્વારા અધ્યક્ષ તેમજ કમિશનર, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરને વિનંતી સહ લેખિત રજૂઆત કરાઈ છે, જેને ક્ચ્છના શિક્ષકો વતીથી રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-કચ્છ માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક સંવર્ગ આવકારે છે, એવુ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-કચ્છ ગ્રાન્ટેડ માધ્યમિક- ઉચ્ચતર અધ્યક્ષ અલ્પેશભાઈ જાની ની યાદીમાં જણાવવામાં આવેલ હતુ.

Back to top button
error: Content is protected !!