BHUJGUJARATKUTCH

લોકસભાની ચુંટણી બાદ પ્રથમ વખત કચ્છ લોકસભાના સાંસદશ્રી વિનોદભાઈ ચાવડા એ પોતાના લોકસંપર્ક કાર્યાલય પર પ્રજાને રૂબરૂ મળી સૌ નું અભિવાદન ઝીલ્યું સાથે લોકપ્રશ્નો સાંભળ્યા.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ  :- બિમલભાઈ માંકડ – રમેશ મહેશ્વરી-ભુજ

ભુજ,તા-15જૂન : લોકસભાની ચુંટણી બાદ પ્રથમ વખત કચ્છ લોકસભાના સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા એ પોતાના લોકસંપર્ક કાર્યાલય પર પ્રજાને રૂબરૂ મળી સૌ નું અભિવાદન ઝીલ્યું સાથે લોકપ્રશ્નો સાંભળ્યા. લોકસભા ચુંટણી – ૨૦૨૪ નું પરિણામ જાહેર થતા ભા.જ.પા. નાં ઉમેદવાર અને કચ્છ લોકસભાના નવનિયુક્ત સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા એ દેવ દર્શન સાથે કચ્છ – મોરબીની તમામ વિધાનસભાના મતદાતાઓ અને કાર્યકર્તાઓને રૂબરૂમાં આભાર વ્યક્ત કરવા પ્રવાસ કરી અબડાસા, માંડવી, મોરબી, રાપર, ભચાઉ, ગાંધીધામ, ભુજ અને અંજાર વિધાનસભા મતવિસ્તારની મુલાકાત લઇ લોકસભા ચુંટણીમાં ભવ્ય વિજય અપાવવા બદલ સર્વે મતદાતાઓ, ચુંટણીમાં દિવસ-રાત મહેનત કરનાર ભા.જ.પા. ના સૌ કાર્યકર મિત્રો, વડીલો, સ્નેહીજનો અને શુભેચ્છકોનો આભાર વ્યકત કર્યો હતો.  આજે તા.૧૪/૦૬/૨૦૨૪, શુક્રવારના શ્રી વિનોદભાઈ ચાવડા એ પોતાના લોકસંપર્ક કાર્યાલય પર પ્રજાને રૂબરૂ મળ્યા હતા. તથા તેમના ભવ્ય વિજય બાદ તેઓ પ્રથમ વખત કાર્યાલય પર મળવાના હોઈ તેમના અભિવાદન માટે શુભેચ્છકશ્રીઓ એ તેમને રૂબરૂ મળીને તેમનો સત્કાર – સમ્માન કર્યું હતું. જે સ્નેહની લાગણી બદલ શ્રી વિનોદભાઈ એ તેમનું આભાર વ્યક્ત કર્યું હતું. આ સાથે જ વિવિધ પ્રશ્નોની રજુઆત માટે આવેલ અરજદારોના પ્રશ્નોને સાંભળી યોગ્ય અને વહેલાસર નિકાલ કરવાની ખાત્રી આપી હતી..

 

Back to top button
error: Content is protected !!