GUJARATKUTCHMANDAVI

સમરસ કન્યા છાત્રાલય ભુજ ખાતે રોડ સેફ્ટી સેમિનાર યોજાયો.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી -બિમલભાઈ માંકડ -ભુજ કચ્છ.

ભુજ,તા-૨૦ ફેબ્રુઆરી  : સમરસ કન્યા છાત્રાલય ભુજ ખાતે રોડ સેફ્ટી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. નાયબ નિયામકશ્રી અનુ.જાતિ ભુજ અને આરટીઓ ભુજના સંયુક્ત ઉપક્રમે આ સેમિનાર યોજાયો હતો. સુરક્ષાના ભાગરૂપે હાલના સમયમાં ટ્રાફિકના વિવિધ નિયમો, અકસ્માતો અને વાહનોથી થતી દૂર્ઘટનાથી બચવા એક નાગરિક તરીકે દરેકની સમજદારી અને જવાબદારી હોવી જોઈએ તે વિશે છાત્રાલયની વિદ્યાર્થીનિઓને સમજણ આપવામાં આવી હતી.જીવનનું રક્ષણ કેવી રીતે કરી શકાય તે માટે આરટીઓ વિભાગના ઇન્સ્પેક્ટરશ્રી અંકિત પટેલ અને તેમની ટીમ દ્વારા સમરસ કન્યા છાત્રાલયની છાત્રાઓને પ્રોજેક્ટર અને ટેક્નોલોજીની મદદથી વિસ્તારથી માર્ગદર્શન અને સમજણ આપવામાં આવી હતી. આ સેમિનારમાં આરટીઓ ઈન્સ્પેક્ટરી અંકિત પટેલ, આરટીઓ વિભાગનો સ્ટાફ, નાયબ નિયામક અનુસૂચિત જાતિશ્રી વિનોદ આર. રોહિત, મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી શ્રીમતી એસ. આર. જાડેજા, છાત્રાલય વૉર્ડન, ફાયરમેન, સિક્યોરિટી સ્ટાફ, GISFS તથા ૧૯૬ જેટલી કન્યાઓએ ભાગ લીધો હતો.

Back to top button
error: Content is protected !!