ફૈઝ ખત્રી…શિનોર
શિનોર તાલુકાના સાધલી ગામે ચાંદની પાર્ક સોસાયટીમાં રહેતા શેરબાનું નાઝીરહુસેન મુસ્તાકઅલી સૈયદ દ્વારા સાધલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે
એમના પતિ નાઝીરહુસેન મુસ્તાકઅલી સૈયદ નાઓ તા. ૧૭/૦૨/૨૫ ના રોજ અજમેર ગયેલ છે. આજરોજ સાંજના સમયે હુ તથા મારો છોકરો મહંમદસુનેન નાઝીરહુસેન ઉ.વ-૧૭ નાઓ ઘરે હાજર હતા અને હુ જમવાનુ બનાવતી હતી તથા મારો છોકરો એના રૂમમાં હતો. તે સમયે સાંજના સાડા સાત થી આઠેક વગ્યાના અરસામાં અમારા ઘરનો દરવાજો કોઇએ ખખડાવેલ હતો, જેથી મારો છોકરો મહંમદસુનેન નાઓએ ઘરનો દરવાજો ખોલી વચ્ચે ઉભો રહેતાં આવેલ કોઈ વ્યક્તિઓએ પુછેલ કે તારા પપ્પા ઘરે છે ? તો મારા દિકરાએ કહેલ કે મારા પપ્પા અજમેર ગયેલ છે, આ વાત મેં રસોડામાંથી સાંભળેલ હતી, જેથી હું રસોડા માંથી બહાર આવતાં તેઓ ભાગવા લાગેલ હતા જેથી મેં કહેલ કે કાકા ઉભા રહો તેમ કહેતાં તેઓ જ તાં રહેલ હતા. તે પછી મારો છોકરો મહંમદસુનેન મારી પાસે આવીને મને કહેલ કે આ બે માણસોએ મને પકડીને જાનથી મારી નાખવાની ધમકી આપીને હિંચકે બેસાડી લીધો હતો અને એક ગુજરાતી લખેલ કાગળમાં મારી સહી કરાવેલ હતી,
તે પછી અમારા ઘર થી થોડે દૂર સફેદ કલરની ગાડી ઉભી રાખેલ હતી જે ગાડીમાં બેસીને તેઓ જતાં રહેલ હતા. ત્યારબાદ મેં મારા મોટા દિકરા અલ્તાફભાઇને ફોન કરીને જાણ કરેલ કે બે અજાણ્યા માણસો આવેલ અને મહંમદસુનેન પકડીને ધમકી આપી જબરજસ્તી સહી કરાવી દિધેલ છે, જેથી મારો દિકરો અલ્તાફભાઇ ઘરે આવી ગયેલ અને તે પછી મેં ૧૦૦ નબંર ઉપર ફોન કરીને પોલીસને જાણ કરેલ હતી. ત્યારબાદ મારા સસરા મુસ્તાકઅલી માસુમઅલી સૈયદ અમારી નજીકમાં રહેતાં હોય જેથી તેઓ આવી ગયેલ જેથી બનાવ બાબતે તેઓને જાણ કરતાં તેઓએ અમને જણાવેલ કે આ બે માણસો આવેલ તે પૈકી એક માણસ વિનયભાઇ ઉર્ફે પીન્ટુ રણછોડભાઇ પટેલ (મુમના પટેલ) રહે.વેમાર તા.કરજણ જિ.વડોદરાનો હતો.
શેરબાનું નાઝીરહુસેન સૈયદ દ્વારા વધુ માં લખાવ્યા મુજબ પીરાણા ગામ તાલુકો .દશકોઇ જિ.અમદાવાદ ખાતે ઇમામશાહ બાવાની દરગાહ આવેલ છે જે દરગાહ ના ટ્રસ્ટ્રી એમના પતિ નાઝીર હુસૈન મુસ્તાક અલી સૈયદ છે. આ દરગાહ બાબતે હાઇકોર્ટમાં કેસ ચાલુ હોય અને આ વિનયભાઇ ઉર્ફે પીન્ટુ અમારા કેસના સામાવાળા હોય જેથી તેઓએ મારા દિકરાને મારી નાખવાની ધમકી આપીને ગુજરાતી લખેલ કાગળમાં સહી લઇને જતાં રહેલ હોય જેથી હુ તથા મારો નાનો છોકરો મહંમદસુનેન નાઝીરહુસેન તથા મોટો છોકરો અલ્તાફ નાઝીરહુસેન સૈયદ તથા અમારા ઓળખીતા અલ્તાફહુસેન હસનભાઇ રંગરેજ નાઓ સાથે સાધલી પોલીસ ચોકી ઉપર ફરીયાદ આપવા આવેલ છે. જેથી આ આ બંને ઇસમો વિરુદ્ધમાં કાયદેસર તપાસ થવા ફરિયાદ છે,
શિનોર પોલીસે ફરિયાદી મહિલા ની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે..