GARUDESHWARNANDOD

એકતાનગર પોલીસ સ્ટેશન નો એએસઆઇ ધવલ પટેલ બુટલેગર પાસેથી રૂ. 3 હજારની લાંચ લેતા ઝડપાયો 

એકતાનગર પોલીસ સ્ટેશન નો એએસઆઇ ધવલ પટેલ બુટલેગર પાસેથી રૂ. 3 હજારની લાંચ લેતા ઝડપાયો

જુગારનો ધંધો ફરી શરૂ કરવા લાંચ માંગતા ASI વિરૂદ્ધ એસીબી દ્વારા છટકું ગોઠવાયું

 

રાજપીપળા : જુનેદ ખત્રી

નર્મદા જિલ્લાના એકતા નગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અને ASI ધવલ વાડીલાલ પટેલનું પ્રમોશન થયે હજી મહિનો નથી થયો એવામાં આંકડા જુગારના ધંધા કરતા એક બુટલેગર સાથે તેનો જુનો વ્યવહાર બાકી હશે જેથી આ ASI ધવલ પટેલે ફોન કરી ફરિયાદી પાસેથી 3000 ની લાંચની માંગણી કરેલ અને ફરી ધંધો ચાલુ કરવો હોય તો રૂબરૂ મળવા જણાવેલ. જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય, ફરીયાદીએ એ.સી.બી.નો સંપર્ક કરી ફરીયાદ કરી. જે ફરિયાદ ના આધારે એ.સી.બી. વડોદરા એકમ ના મદદનીશ નિયામક પી.એચ.ભેસાણિયા ના સુપરવિઝન માં એ.સીબી ભરૂચ પી.આઈ એસ.વી.વસાવા અને તેમની ટીમે લાંચના છટકાનું આયોજન કર્યું હતું. કેવડિયા એકતા નગર ખાતે બજારમાં પ્રતિમા હોટલ પાસે આ ASI ધવલ પટેલ ફરિયાદી પાસે 3000 રૂપિયા પંચ રૂબરૂ હેતુલક્ષી વાતચીત કરી લાંચની માંગણી કરી, લાંચની રકમ સ્વીકારી સ્થળ ઉપરથી પકડાઇ ગયા હતા. એસીબીએ આ સફળ ટ્રેપ કરી આગળની કાર્યવહી હાથ ધરી છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!