HEALTH

ગમે ત્યારે દુખાવો થતા પેરાસિટામોલ લેતા હોય તો ચેતી જજો

વિશ્વભરમાં લોકોને શરીરમાં દુખાવો, માથાનો દુધાવો અને અન્ય ભાગોમાં દુખાવો જેવી સમસ્યાઓ થતી હોય છે. આવી સ્થિતિમાં વ્યક્તિ માટે લાંબા સમય સુધી ઉભું રહેવું અને બેસવું પણ મુશ્કલે થઈ જાય છે. દુખાવાથી રાહત મેળવવા માટે લોકો અવારનવાર પેરાસિટામોલ, ઈબ્રુપ્રોફેમ અને કોડીન જેવી દવાઓ ડોક્ટરને પુછ્યા વગર જ લેતા હોય છે. એક નવા સંશોધન અભ્યાસમાં આવી દવાઓના ઉપયોગ સામે ચેતવણી આપવામાં આવી છે. આ અભ્યાસ એવા લોકો માટે ચિંતાજનક છે, જેઓ વગર વિચાર્યે મેડિકલ સ્ટોર પર જાય છે અને જાતે જ પેરાસિટામોલનું સેવન કરે છે.

મળતી માહિતી અનુસાર અભ્યાસમાં કુલ 15,134 સહભાગીઓને સામેલ કરવામાં આવ્યા હતા. અભ્યાસમાં 69 વિવિધ દવાઓ અથવા અન્ય સંયોજનોની અસર જોવામાં આવી હતી. અગાઉ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનમાં એનાટોમિકલ થેરાપ્યુટિક કેમિકલ સિસ્ટમમાંથી બિન-સ્ટીરોઈડલ બળતરા વિરોધી દવાઓ, પેરાસીટામોલ, ઓપીયોઈડ્સ, એન્ટીકોનવલ્સન્ટ્સ, એન્ટીડિપ્રેસન્ટ્સ, સ્નાયુઓમાં રાહત આપનાર અથવા કોર્ટીકોસ્ટેરોઈડ્સનો સમાવેશ થતો હતો.

સંશોધકોએ શોધી કાઢ્યું હતું કે એનાલજેસિકથી દુખાવો ઓછો થાય છે પરંતુ તેની ખતરનાક આડઅસર હતી. જઠરાંત્રિય પ્રણાલી પર આડ અસરો જેવી કે દર્દીમાં ઉબકા, અપચો, ઉલટી અને ઝાડા જેવા લક્ષણો જોવા મળ્યા હતા. નર્વસ સિસ્ટમ સંબંધિત સમસ્યાઓ જેમ કે થાક, ચક્કર અને માથાનો દુખાવો પણ જોવા મળ્યો હતો. અભ્યાસમાં, તે ખાસ કરીને જોવા મળ્યું હતું કે જે લોકોને પીઠના નીચેના ભાગમાં તીવ્ર દુખાવો હતો. તે લોકોએ આ દવાઓનું વધુ સેવન કર્યું.

એક સમીક્ષા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે પીઠના દુખાવા અને જૂના અસ્થિવા માટે પેરાસિટામોલ લેવાથી જીવનશૈલીમાં સુધારો થતો નથી. પેરાસિટામોલની અસર પીડા ઘટાડવામાં એટલી અસરકારક ન હતી અને ન તો તેને નોંધપાત્ર ગણવામાં આવી હતી. સંશોધકોએ ચેતવણી આપી હતી કે આ દવાના વધુ પડતા ઉપયોગથી લીવરને નુકસાન થવાનું જોખમ વધી જાય છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!