HEALTH

Birth Control Pills : પુરુષો પણ ગર્ભનિરોધકનું સેવન કરીને વણજોઈતી પ્રેગનેન્સી રોકી શકે છે.

વણજોઈતી પ્રેગનેન્સીથી બચવા માટે અત્યાર સુધી મહિલાઓ જ કોન્ટ્રાસેપ્ટિવ પિલ્સનો ઉપયોગ કરતી, હવે પુરુષો પણ ગર્ભનિરોધકનું સેવન કરીને વણજોઈતી પ્રેગનેન્સી રોકી શકે છે. ઇન્ડિયન કાઉન્સીલ ઓફ મેડીકલ રિસર્ચ  (ICMR) પુરુષો માટે ગર્ભનિરોધ પર છેલ્લા 7 વર્ષથી રિસર્ચ કરે છે. જે પરથી જાણવામાં આવ્યું છે કે વણજોઈતી પ્રેગનેન્સીથી બચવા માટે RISUG (Reversible Inhibition of Sperm under Guidanc) સુરક્ષિત અને અસરકારક રીત છે. રિસગ એક નોન-હોર્મોનલ ઇનજેક્ટીબલ ગર્ભનિરોધક છે. જે પ્રેગનેન્સી રોકવામાં સફળ સાબિત થયું છે.

ઇન્ટરનેશનલ ઓપન એક્સેસ જર્નલ એન્ડ્રોલોજીના ઓપન-લેબલ એન્ડ નોન-રેંડોમાઈઝ્ડ ફેઝ-3ના પરિણામ મુજબ, આ રિસર્ચમાં 303 હેલ્ધી 25 થી 40 વર્ષની ઉંમરના પુરુષોને સામેલ કરવામાં આવ્યા હતા. જેમાં આ પુરુષોને 60 મિલી રિસગનું ઈન્જેકશન આપવામાં આવ્યું હતું. જેમાં તેઓ લાંબા સમય સુધી પ્રેગનેન્સી રોકવામાં સફળ રહ્યા હતા.

આરોગ્ય મંત્રાલય દ્વારા કરવામાં આવેલા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે રિસગના ઇન્જેક્શન પછી કેટલાક પુરુષોને તાવ, સોજો અને યૂરિનરી ટ્રેકમાં ઇન્ફેકશન જેવી આડઅસરો દેખાઈ હતી, પરંતુ તેઓ અમુક અઠવાડિયાથી ત્રણ મહિનામાં સ્વસ્થ થઈ ગયા હતા. રિસર્ચ પરથી જાણવા મળ્યું કે આ ઈન્જેકશન 99.02 ટકા સુધી પ્રેગનન્સી રોકવામાં સફળ રહ્યું હતું. તેમજ આ ઇન્જેક્શનના સેવનથી પુરુષો તેમજ મહિલાઓ પર કોઈજ પ્રકારની ગંભીર આડઅસર જોવા મળી ન હતી.

IIT ખડગપુરના ડૉ. સુજોય કુમાર ગુહા દ્વારા રિસગ વિકસાવવામાં આવી છે. ડૉ. સુજોયે 1979 માં જર્નલ કોન્ટ્રાસેપ્શનમાં રિસગ પર પ્રથમ સાઈન્ટીફીક પેપર પ્રકાશિત કર્યું હતું. આ ગર્ભનિરોધકનો ફેઝ-3નું ટ્રાયલ પૂરું કરવામાં લગભગ 40 વર્ષ લાગ્યા. હોસ્પિટલ આધારિત સંશોધન પાંચ કેન્દ્રો જયપુર, દિલ્હી, ઉધમપુર, ખડગપુર અને લુધિયાણામાં હાથ ધરવામાં આવ્યું હતું.

રિસગ ઈન્જેકશનમાં 97.3 ટકા એઝોસ્પર્મિયા હાંસલ કર્યું છે, જે એક મેડીકલ ટર્મ છે જે સૂચવે છે કે સીમનમાં કોઈ એક્ટીવ શુક્રાણુ હાજર નથી. રિસગના ઈન્જેકશનને સ્પર્મ ટ્યુબમાં ઇન્જેક્ટ કરવામાં આવે છે. આ પછી તેમાં હાજર પોલિમર ટ્યુબની અંદરની દિવાલ સાથે ચોંટી જાય છે. જેથી પ્રેગનેન્સી રોકી શકાય છે. આ રિસર્ચમાં ભાગ લેનારાઓની પત્નીઓના સ્વાસ્થ્યનું પણ અવલોકન કરવામાં આવ્યું અને જાણવા મળ્યું હતું કે તેમના પર કોઈ પ્રતિકુળ અસર થતી નથી.

રિસગએ ડાય-મિથાઈલ સલ્ફોક્સાઇડ (DMSO) દ્વારા સ્પર્મ ટ્યુબમાં સ્ટાયરીન મેલીક એનહાઇડ્રાઇડ (SMA) નામના પોલિમરીક એજન્ટને ઇન્જેક્ટ કરવા પર આધારિત છે. સ્પર્મ ટ્યુબ દ્વારા સ્પર્મ સેલ્સને ટેસ્ટીકલ્સથી પ્રાઈવેટ પાર્ટ સુધી પહોંચે છે. સૌ પ્રથમ, ટેસ્ટીકલ્સ પર ઇન્જેક્શન આપવાના હોય ત્યાં એનેસ્થેસિયા આપવામાં આવે છે. પછી રિસગને અનુક્રમે પ્રથમ અને પછી બીજા સ્પર્મ ટ્યુબમાં ઇન્જેક્ટ કરવામાં આવે છે. એકવાર ઇન્જેક્ટ કર્યા પછી, પોલિમર સ્પર્મ ટ્યુબની દિવાલો પર ચોંટી જાય છે અને સ્પર્મને બીનાસર્કારક બનાવે છે. જેથી પ્રેગનન્સી અટકાવી શકાય છે.

હાલમાં મહિલાઓ પ્રેગનન્સી રોકવા માટે જે કોન્ટ્રાસેપ્ટિવ પિલ્સનું સેવન કરે છે, જેથી તેમના હોર્મોન્સનું સંતુલન બગડે છે અને તેમના સ્વાસ્થ્ય પર પણ ખરાબ અસર થાય છે. વૈજ્ઞાનિકો માને છે કે ગર્ભનિરોધકની સંપૂર્ણ જવાબદારી સ્ત્રીઓ પર ન રહેતા મેલ બર્થકંટ્રોલના આગમનથી મહિલાઓના સ્વાસ્થ્ય અને તેમના જીવન પર સકારાત્મક અસર જોવા મળશે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!