HEALTH

શરીરમાં આ 6 લક્ષણો દેખાય તો તરત જ લઈ લો ‘મેન્ટલ હેલ્થ બ્રેક’

શારીરિક સ્વાસ્થ્યની સાથે માનસિક રીતે પણ સ્વસ્થ રહેવું ખૂબ જ જરૂરી છે. કારણ કે જો તમારું માનસિક સ્વાસ્થ્ય સારું ન હોય તો તેની અસર ચોક્કસપણે તમારા શારીરિક સ્વાસ્થ્ય પર પણ પડશે. આજના ઝડપથી આગળ વધી રહેલા વિશ્વમાં આપણી ઉપર અનેક પ્રકારના દબાણ છે જેમ કે – સારું પ્રદર્શન કરવાનું દબાણ, સફળ થવાનું દબાણ, કંઈક કરી બતાવવાનું દબાણ, કુટુંબને અનુલક્ષીને અનેક દબાણ અથવા સંબંધમાં મતભેદને કારણે થતું દબાણ.
જીવનમાં આવતી તમામ સમસ્યાઓ આપણા માનસિક સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે. જોકે, એ જાણવું જોઈએ કે તમારું માનસિક સ્વાસ્થ્ય કેટલું સારું કે ખરાબ છે અને તમારે ક્યારે ડૉક્ટરની મદદ લેવી જોઈએ. કારણ કે જો તમે સમયસર તેની ઓળખ ન કરવાથી તમારે અનેક ગંભીર પરિણામો ભોગવવા પડી શકે છે. તો ચાલો જાણીએ એ સંકેતો વિશે, જે જણાવે છે કે તમારું માનસિક સ્વાસ્થ્ય સારું નથી અને તમારે બ્રેક લેવાની જરૂર છે.

ખરાબ માનસિક સ્વાસ્થ્ય વિશે કેવી રીતે જાણી શકાય?

1. હંમેશા થાક અનુભવવોઃ- જો તમે હંમેશા થાકેલા રહો છો અને કોઈ વાતને લઈને ચિંતિત છો તો તે સંકેત હોઈ શકે છે કે તમારે હવે માનસિક સ્વાસ્થ્ય માટે બ્રેક લેવાની જરૂર છે. થાકને કારણે બર્નઆઉટ થઈ શકે છે, જેના કારણે તમારા માટે કોઈપણ કામ કરવું અને તમારું શ્રેષ્ઠ પ્રદર્શન કરવું મુશ્કેલ બની શકે છે

2. ચીડિયાપણું અને મૂડી બનવુઃ- જો તમે તમારા મૂડમાં સતત ફેરફાર જોતા હોવ અથવા વારંવાર ચીડિયાપણું અનુભવતા હોવ તો તે એ સંકેત છે કે તમારું માનસિક સ્વાસ્થ્ય ખરાબ છે અને તમે ગંભીર તણાવમાં છો. જો તમને આવા લક્ષણો દેખાય છે તો તરત જ મેન્ટલ હેલ્થ બ્રેક લો. કારણ કે જો તમે આવું નહીં કરો તો તમારું માનસિક સ્વાસ્થ્ય સતત બગડી શકે છે. તેની અસર તમારા કામ પર તો પડે જ છે પરંતુ તમારા સંબંધો પર પણ પડશે અને તેનાથી પણ વધુ વિવાદો અને ગેરસમજ ઊભી થશે.

3. માંદગી અનુભવવીઃ- જ્યારે આપણું માનસિક સ્વાસ્થ્ય સારું નથી રહેતું ત્યારે આપણું શરીર પણ બીમાર રહેવા લાગે છે. માથાનો દુખાવો, સ્નાયુઓમાં તણાવ અને પાચન સંબંધી સમસ્યાઓ દેખાવા લાગે છે. જો તમે બિનજરૂરી રીતે આ લક્ષણોનો અનુભવ કરી રહ્યાં છો અને કોઈ બાબતને લઈને ચિંતિત છો, તો સમજો કે માનસિક સ્વાસ્થ્ય માટે બ્રેક લેવાની જરૂર છે

4. ઊંઘમાં તકલીફઃ- જ્યારે વ્યક્તિ કોઈ વાતને લઈને ચિંતિત હોય અથવા વધુ તણાવ લે છે તો ઘણી વાર ઊંઘ ક્યાંક ગાયબ થઈ જાય છે. જો તમે આખો દિવસ થાકી ગયા હોવ અને છતાં પણ ઊંઘવામાં તકલીફ પડતી હોય તો આ એક સંકેત છે કે તમારે મેન્ટલ હેલ્થ બ્રેક લેવાની જરૂર છે.

5. મનપસંદ કામ પણ નકામું લાગે છેઃ- જો તમે ખૂબ જ ગમતી વસ્તુઓ અથવા કામ પર ધ્યાન કેન્દ્રિત ન કરી શકો તો તરત જ મેન્ટલ હેલ્થ બ્રેક લો. કારણ કે વ્યક્તિ પોતાના મનપસંદ કામને ત્યારે જ ઈગ્નોર કરે છે જ્યારે તેનું માનસિક સ્વાસ્થ્ય ખરાબ હોય છે અથવા તે કોઈ વાતને લઈને તણાવમાં હોય છે.

6. વારંવાર ભૂલો કરવીઃ- વારંવાર ભૂલો કરવી એ પણ સારા માનસિક સ્વાસ્થ્યની નિશાની નથી. જો તમને તમારામાં આ ચિહ્નો દેખાય છે તો તરત જ મેન્ટલ હેલ્થ બ્રેક લો.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!