HEALTH

રાત્રી ભોજન કર્યા પછી થોડુ ચાલવાનું રાખો તેનાથી પાચનમાં ઘણી રાહત મળી શકશે

આપણા શરીરના સ્વસ્થ રાખવા ભોજન દરેક માટે અનિવાર્ય છે, કારણ કે આપણે જે ખોરાક ગ્રહણ કરીએ છીએ તેમાથી શરીરને જરુરી પોષકતત્વો મળી રહેતા હોય છે. જેના કારણે આપણે દરેકને ખોરાક લેવો પડતો હોય છે. પરંતુ ભોજન કર્યા પછી કેટલાક લોકો અજાણ્યામાં જ મોટી ભૂલ કરી બેસતા હોય છે. જેના કારણે સ્વાસ્થય પર ઘણી ખરાબ અસર પડે છે. એટલે ભોજન કર્યા પછી દરેક લોકોએ આ બાબતોની ખાસ કાળજી રાખવી જોઈએ. નહી તો ધીરે ધીરે કેટલીક બીમારીઓ ઘર કરી જતી હોય છે.

ચાલવાનું રાખો

ભોજન કર્યા પછી થોડુ ચાલવાનું રાખો તેનાથી પાચનમાં ઘણી રાહત મળી શકશે અને મેટાબોલિજ્મ બુસ્ટ થાય છે. આ સાથે ટાઈપ 2 ડાયાબિટિસનો ખતરો પણ ઓછો થઈ જાય છે. એક અધ્યયન પ્રમાણે રાત્રીના ભોજન પછી ઓછામાં ઓછુ 15 મિનિટ સુધી ચાલવું જોઈએ.

પાણી પીઓ

ભોજન કર્યા પછી થોડા સમય પછી પાણી પીવાથી શરીરની ડાઈજેશન સિસ્ટમ સારી બને છે. એક અધ્યયન પ્રમાણે ભોજનના એક કલાક પછી પાણી પીવાથી બાઉલ મુવમેન્ટમાં સુધારો આવે છે.

ફ્રટ ખાઓ

મોટાભાગના લોકોને ભોજન કર્યા પછી કોઈ ગળી વસ્તુ ખાવાની ટેવ હોય છે. ફ્રુટનું સેવન કરવાથી વજન ઓછુ કરી શકાય છે.

ભોજન કર્યો પછી તરત સુવુ જોઈએ નહી

ઘણા લોકોની આદત હોય છે કે ભોજન કર્યા પછી તરત બેડ પર સુઈ જાય છે અને તેના કારણે એસિડ રિફ્લેકશન, હાર્ટબર્ન અને અપચો જેવી બીમારી થવાનું જોખમ રહે છે. તેથી આવુ ક્યારેય ના કરશો.જો બહુ જરુરી હોય તો ભોજન કર્યા પછી 30 મિનિટ પછી સુવાનુ રાખવુ જોઈએ.

ભોજન કર્યા બાદ આ કામ અવશ્ય કરો

રાત્રે વધારે પડતું ખાવુ ન જોઈએ. રાતના સમયે વધારે ખાવાથી અપચો, વજન વધવુ જેવા કેટલાક રોગો થવાની શક્યતા રહેલી છે.

દારુનુ સેવન ન કરો

ભોજન કર્યા બાદ દારુ પીવાથી અપચો, એસિડ રિફ્લેકશન, હાર્ટબર્ન જેવી બીમારી થવાનું જોખમ રહે છે.

સ્મોકિંગ કરવાનું બંધ કરો 

ભોજન કર્યા પછી સ્મોકિંગની આદત ખરાબ છે. તેનાથી કેંન્સર, હાર્ટ ડીજીજ સહિત કેટલીક બીમારીનો ખરતો વધી જાય છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!