દાહોદ મહિલા ITI, ખાતે આયુર્વેદ શાખા દ્વારા વિશ્વ હોમિયોપેથીક દિવસની કરાઈ ઉજવણી
AJAY SANSIApril 9, 2026Last Updated: April 9, 2026
8 1 minute read
તા.૦૯.૦૪.૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ મહિલા ITI, ખાતે આયુર્વેદ શાખા દ્વારા વિશ્વ હોમિયોપેથીક દિવસની કરાઈ ઉજવણી
નિયામક આયુષની કચેરી, ગાંધીનગરના નિદર્શનમાં તથા જિલ્લા આયુર્વેદ અધિકારી, દાહોદના માર્ગદર્શનમાં સરકારી હોમિયોપેથી દવાખાનું જનરલ હોસ્પિટલ દાહોદના સહયોગથી આજરોજ વિશ્વ હોમિયોપેથીક દિવસની ઉજવણીનો કાર્યક્રમ મહિલા ITI દાહોદ ખાતે કરવામાં આવ્યો હતો.જિલ્લા આયુર્વેદ અધિકારી ડો. સુધીર જોશી એ વક્તવ્ય દરમિયાન આરોગ્ય (Health) અને પોષણ (Nutrition) વિષે મહત્વપૂર્ણ માહિતી આપી. તેમણે સમજાવ્યું કે, સારી તંદુરસ્તી માટે યોગ્ય આહાર ખૂબ જરૂરી છે. રોજિંદા જીવનમાં દૂધ, દાળ, લીલા શાકભાજી, ફળો અને પ્રોટીન યુક્ત ખોરાક લેવા જોઈએ. જંક ફૂડ અને બહારનું ઓછું લેવું જોઈએ.વિધ્યાર્થીનીઓ માટે ખાસ કરીને લોહતત્વ (Iron) અને કેલ્શિયમ (Calcium) ખૂબ જરૂરી છે, કારણ કે તે શરીરની વૃદ્ધિ અને તાકાત માટે મહત્વપૂર્ણ છે. પાણી પૂરતું પીવું અને સ્વચ્છતા રાખવી પણ ખૂબ જરૂરી છે.ત્યારબાદ World Homeopathic Day વિશે સમજાવ્યું.આ દિવસ દર વર્ષે 10 એપ્રિલે ઉજવવામાં આવે છે. આ દિવસ Dr. Samuel Hahnemannના જન્મદિવસ તરીકે ઉજવાય છે, જેઓ હોમિયોપેથીના સ્થાપક છે. આ વર્ષની થીમ “Homoeopathy for Sustainable Healthcare” થીમનો અર્થ ગુજરાતીમાં: “સસ્ટેનેબલ (ટકાઉ) આરોગ્ય માટે હોમિયોપેથી”- હોમિયોપેથી કુદરતી અને સલામત ઉપચાર પદ્ધતિ છે.- લાંબા ગાળે શરીરને હાનિ કર્યા વગર સારવાર આપે છે.- ઓછા ખર્ચે અને સરળતાથી ઉપલબ્ધ છે- પર્યાવરણ માટે પણ અનુકૂળ છે બાબત જિલ્લા આયુર્વેદ અધિકારી ડૉ.સુધીર જોશી દ્વારા વિસ્તૃત સમજણ આપવામાં આવેલ.આ સાથે સરકારી હોમિયોપેથી દવાખાનું જનરલ હોસ્પિટલ દાહોદના ડૉ અનિતાબેન રાઠોડ દ્વારા વિશ્વ હોમિયોપેથી દિવસનું મહત્વ સમજાવવામાં આવ્યું હોમિયોપેથીના મુખ્ય સિદ્ધાંતોમાં “Similia Similibus Curentur” એટલે કે “જેવું તેવું થી જ સારવાર” આવે છે. એટલે કે જે દવા સ્વસ્થ વ્યક્તિમાં જે લક્ષણો પેદા કરે છે, એ જ દવા દર્દીમાં તે જ લક્ષણો દૂર કરવા માટે ઉપયોગમાં લેવાય છે.તેમણે સમજાવ્યું કે હોમિયોપેથી સલામત અને અસરકારક સારવાર પદ્ધતિ છે, અંતમાં સુધીર જોશીએ તમામ સ્વસ્થ જીવનશૈલી અપનાવવા, યોગ્ય આહાર લેવા અને સ્વચ્છતા જાળવવા માટે વિધ્યાર્થીઓને આયુષ કેલેન્ડર અને પોષનની ચાર્ટ દ્વારા મહત્વ સમજાવ્યુ.કાર્યક્રમના અંતમાં સારી આદતો અપનાવા માટેના શપથ લેવડાવવામાં આવ્યા, આ શપથ દ્વારા જીવનમાં સ્વચ્છતા, શિસ્ત અને આરોગ્યનું મહત્વ સમજાવ્યુ અને પોષણ પખવાડિયા વિશે માહિતી આપવામાં આવી. આ ચર્ચામાં વિધ્યાર્થીનીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને પ્રશ્નો પણ પૂછ્યા. તેમની સાથે સ્વાસ્થ્ય વિષે કરવામાં આવેલી આ ચર્ચા ખૂબ જ સકારાત્મક અને જ્ઞાનવર્ધક રહી હતી.આ કાર્યક્રમમાં મેડિકલ ઓફિસર હોમિયોપેથીક ડૉ.અનિતાબેન દ્વારા હોમીયોપેથીની પત્રિકાનુ વિતરણ કરી પ્રચાર-પ્રસાર કરેલ ત્યાર બાદ વિધ્યાર્થીનીઓના પ્રતિભાવો પણ લેવામાં આવ્યા હતા.
000
Sorry, there was a YouTube error.
AJAY SANSIApril 9, 2026Last Updated: April 9, 2026