INTERNATIONAL

રશિયામાં 7.4ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, સુનામીની ચેતવણી

યુદ્ધગ્રસ્ત રશિયાના પૂર્વી કિનારે 7.4ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ અનુભવાયો હોવાના અહેવાલ સામે આવ્યા છે. આ ભૂકંપ જુલાઈમાં આવેલા 8.8ની તીવ્રતાના ભૂકંપના વિસ્તારમાં જ આવ્યો છે. આ ભૂકંપના કારણે પ્રશાંત મહાસાગરમાં સુનામીની ચેતવણી આપવામાં આવી હતી.

અધિકારીઓ હાલ કોઈપણ સંભવિત સુનામીના જોખમની સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. જોકે, હજુ સુધી આ ભૂકંપના કારણે કોઈ નુકસાન કે જાનહાનિની ઘટના સામે આવી નથી.

નોંધનીય છે કે, રશિયાના કામચટકા વિસ્તારમાં જુલાઈમાં પણ 8.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ દરમિયાન પૂર્વ રશિયામાં ભારે આંચકાનો અનુભવ થયો હતો. ભૂકંપના કારણે જાપાન, અમેરિકા અને અનેક પ્રશાંત મહાસાગરના દેશોને સુનામી ચેતવણી આપવામાં આવી હતી.

અમેરિકન જીઓલોજીકલ સરવે અનુસાર, આ ભૂકંપ 14 વર્ષમાં વિશ્વનો સૌથી શક્તિશાળી અને અત્યાર સુધીનો છઠ્ઠો સૌથી શક્તિશાળી ભૂકંપ હતો. 2011માં જાપાનમાં આવેલા 9.1 ની તીવ્રતાના ભૂકંપ પછીનો આ સૌથી શક્તિશાળી ભૂકંપ હતો, જેના કારણે વિનાશક સુનામી આવી હતી અને વ્યાપક નુકસાન થયું હતું. કામચાટકા દ્વીપકલ્પમાં ભૂકંપનો ઈતિહાસ છે. 1952 માં, સોવિયત યુગ દરમિયાન, આ પ્રદેશમાં 9.0 ની તીવ્રતાનો મોટો ભૂકંપ આવ્યો હતો, જે ઈતિહાસમાં નોંધાયેલા સૌથી મોટા ભૂકંપમાંનો એક હતો.

Back to top button
error: Content is protected !!