જૂનાગઢ જિલ્લાના નાગરિકો આ શિયાળાની ઋતુમાં બીમારીમાં ઝડપાય તે માટે જિલ્લાનું આરોગ્ય વિભાગ સાર સંભાળ લઈ રહ્યું છે, તે માટે જિલ્લાના નાગરિકોને ઠંડીથી બચવા માર્ગદર્શીકા જાહેર કરી છે. જેને અનુસરવા આરોગ્ય વિભાગ દ્વારા આપેલ કરવામાં આવી છે ઠંડા ખાણી-પીણી ટાળો, ગરમ ખાવું તેમજ ગરમ નવશેકું પાણી પીવું, વિટામિન-સી આપતા ફળો ખાવા, પૌષ્ટિક સાદો આહાર લેવો, ઠંડીમાં શરીરને વધુ કેલેરી જોઈએ છે તેથી ભૂખ્યા ન રહેવું. આરોગ્ય વિભાગની તબીબી સલાહ મુજબ ઠંડીના દિવસોમાં શક્ય એટલું બહાર નીકળવાનું ટાળવું, બહાર જવું જ પડે ટુ-વ્હીલર કે ચાલીને તો ગરમ કપડા, હાથમાં ટોપી, ચશ્મા, મફલર નો પૂરતો ઉપયોગ કરવો. ચુસ્ત કપડા ન પહેરો કારણ કે તે રક્તપરીભ્રમણ ઘટાડી બીજી સમસ્યા સર્જી શકે છે. એક ગરમ કોર્ટનું બદલે શરીરને અંદર ગરમ વસ્ત્ર, ઉપરકોટનું વસ્ત્ર અને જરૂર પડે ઉપર સ્વેટર એમ એકથી વધુ લેયરમાં વસ્ત્રો ઠંડીથી રક્ષણ આપે છે. મહત્વનું છે કે આ જ રીતે રાત્રે ઓઢતી વખતે એક ગરમ બ્લેન્કેટને બદલે એક થી વધુ લેયરમાં ઓઢવાથી વધુ હૂફ મળે છે. ઠંડીમાં માસ્ક પહેરવાથી ઠંડીની સાથે પ્રદૂષણથી પણ રક્ષણ મળી શકે છે. ઠંડીમાં પણ ઓક્સિજનની જરૂર છે તેથી વેન્ટિલેટરની પૂર્તિ વ્યવસ્થા રાખવી. આ ઉપરાંત બાળકો, વૃદ્ધો અને સગર્ભા માટે ઠંડી વધુ જોખમી છે તેમનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.શરીરનો કોઈ પણ ભાગ ઠંડો પડી જાય તો મસાજ કરવાથી વધુ નુકસાન થઈ શકે છે. કોઈને પણ ઠંડીમાં ચામડી સુન્ન કે ખોટી પડે, લાલ ફોલ્લા થાય, ત્વચા કાળી પડે, નાક-કાનની ચામડી સફેદ કે પીળી થાય તો તુરંત જ નજીકની હોસ્પિટલે ખસેડવા પણ આરોગ્ય વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે.
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ