AHAVADANGGUJARAT

ડાંગ જિલ્લાનાં પ્રવેશદ્વાર વઘઇ ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો શતાબ્દી વર્ષમાં પ્રવેશ થતા ભવ્ય ઉજવણી કરવામાં આવી..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્થાપના દિનની વઘઈ તાલુકામાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.આ વર્ષે સંઘ પોતાનો શતાબ્દી વર્ષમાં પ્રવેશ કરી રહ્યો છે.ત્યારે વઘઈ ખાતે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને સાથે  વિજયાદશમી ઉત્સવ પણ સંપન્ન કરવામાં આવ્યો હતો.રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્થાપના દિન નિમિત્તે વઘઈ તાલુકામાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.ત્યારે વઘઈ તાલુકાનું પથસંચલન એ.પી.એમ.સી.નાં ગ્રાઉન્ડમાંથી નિકળી વઘઈ ગામના મુખ્ય રસ્તા પર નિકળી ફરી એ.પી.એમ.સી.ગ્રાઉન્ડમાં પૂર્ણ કરવામાં આવ્યુ હતુ.અહી રસ્તા પર નગરજનોએ પુષ્પવર્ષાથી સ્વયંસેવકોનું સ્વાગત કર્યું હતુ.ભારે વરસાદ હોવા છતા 150 જેટલા સ્વયંસેવકોએ અઢીખમ ઉભા રહી કાર્યક્રમમાં ભાગ લીધો હતો.આ કાર્યક્રમમાં મુખ્યવક્તા તરીકે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના નવસારી વિભાગ કાર્યવાહક દેવેંદ્રભાઈ ગાંવકર ઉપસ્થિત રહ્યા હતા અને પ્રાસંગિક ઉદ્બોબધન કર્યું હતુ.જ્યારે વઘઈ તાલુકા સંઘચાલક કૃષ્ણકાંતભાઈ પટેલ તથા વઘઈ તાલુકા કાર્યવાહક  હકમભાઈ રબારી પણ મંચ ઉપર ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્રમને નિહાળવા માટે વઘઈના નગરજનો મોટી સંખ્યામા ઊપસ્થિત રહ્યા હતા.ત્યારે આ ઉજવણી દ્વારા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે વઘઈમાં એકતા અને સંસ્કારી સમાજના નિર્માણ માટેનું પોતાનું સંકલ્પ વધુ મજબૂત કર્યું હોય તેવુ જોવા મળી રહ્યુ હતુ..

Back to top button
error: Content is protected !!