INTERNATIONAL

ચા સાથે બિસ્કીટ ખાતા યુવતીનું મોત

ભારત સહિત દુનિયાભરના દેશોના લોકોની સવાર ચા-કોફી કે હવે આજના જમાનામાં ગ્રીન ટી સાથે થાય છે પરંતુ તેની સાથે બિસ્કીટ કે બ્રેડનું ચલણ પણ સમગ્ર દુનિયામાં હજી ચાલુ જ છે. ચા સાથે બિસ્કીટ ખાવાનું દરેક વ્યક્તિને પસંદ હોય જ છે. નાના બાળકથી લઈને મોટી વયના તમામ લોકો સવારમાં ચાની સાથે બિસ્કીટ ખાય છે. પરંતુ જો તમને કહેવામાં આવે કે ચાની જોડે બિસ્કીટ ખાવાથી મૃત્યુ પણ થઈ શકે છે તો તમને આંચકો લાગશે ને? કોઈને પણ એક સેકન્ડ માટે ઝટકો તો લાગે જ, કે આ શું બિસ્કીટ ખાવાથી મોત થશે? પરંતુ આ વાત સાચી છે, એક યુવતીએ ચા સાથે બિસ્કીટ ખાતા મોતની ઘટનાએ સૌને ચોંકાવી દીધા છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ મામલો ન્યૂયોર્કનો છે. અમેરિકાના આ શહેરમાં રહેતી એક મહિલા બિસ્કીટ ખાધા બાદ કોમામાં સરી પડી હતી. તેના અનેક અંગોએ કામ કરવાનું બંધ કરી દીધું હતું. અઠવાડિયા સુધી જીવન અને મરણ વચ્ચે ઝૂલતી રહી અને અંતે તેનું મૃત્યુ થયું છે. અંગ્રેજી વેબસાઈટ ન્યુયોર્ક પોસ્ટના અહેવાલ મુજબ મૃત્યુ પામનાર 25 વર્ષીય બાળકી ઓર્લા બેક્સેન્ડેલ, માન્ચેસ્ટરની રહેવાસી હતી.

કહેવામાં આવી રહ્યું છે કે ઓર્લાને બિસ્કીટનો ખૂબ શોખ હતો. તે ચા સાથે બિસ્કીટ ખાતી હતી, પરંતુ ડિસેમ્બરના છેલ્લા અઠવાડિયામાં તેણે ચા સાથે બિસ્કીટ ખાધા અને ગંભીર રીતે બીમાર થઈ પડી. સારવાર બાદ 11 જાન્યુઆરીએ તેનું અવસાન થયું હતું. તેના મૃત્યુનું કારણ સામે આવતા સૌ ચોંકી ઉઠ્યા હતા કે, તેની પ્રિય વસ્તુ જ તેની મોતનું કારણ બની. તપાસ રિપોર્ટ અનુસાર, ઓર્લા બેક્સેન્ડેલે જે બિસ્કીટ ખાધું તેમાં મગફળીના ટુકડા હતા અને તેને નટ્સની એલર્જી હતી.

ડોકટરોના મત અનુસાર આ બિસ્કીટ ખાધા બાદ તેના શરીરમાં એલર્જી થતા ગંભીર પ્રતિક્રિયા થઈ અને અંતે કોમામાં જતી રહી. તેને એનાફિલેક્ટિક શોક કહેવામાં આવે છે. સામાન્ય ભાષામાં કહીએ તો આપણને જે વસ્તુની એલર્જી હોય છે તે આપણા શરીરમાં પ્રવેશે ત્યારે આપણી રોગપ્રતિકારક શક્તિ ખૂબ જ ઝડપથી અને મોટી માત્રામાં એન્ટિબોડીઝ ઉત્પન્ન કરવાનું શરૂ કરે છે જે આપણા શરીર માટે હાનિકારક હોય છે. બેક્સેન્ડેલ સાથે પણ એવું જ થયું અને આખરે તે મૃત્યુ પામી.

કહેવામાં આવી રહ્યું છે કે, તેને આ એલર્જીની જાણ નહોતી અને તેણે આ બિસ્કીટ એક સુપરમાર્કેટમાંથી ખરીદ્યા હતા અને તેના પેકેટ પર સ્પષ્ટ રીતે લખવામાં પણ નહોતુ આવ્યુ કે તેમાં મગફળી પણ છે. જોકે આ બાબત પ્રકાશમાં આવતાં વિક્રેતાઓ સામે કડક હાથે કાર્યવાહી કરવામાં આવી રહી છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!