GUJARATJAMNAGAR

જામનગરના અલિયાબાડા ની બી. એડ. કોલેજ દ્ધારા યોજાયો NSS કેમ્પ યોજાઈ ગયો..

મોટી સંખ્યામાં વિધાર્થીઓ કેમ્પ જોડાયા

 

06 મા્ર્ચ 2025
હર્ષલ ખંધેડિયા :- જામનગર

દરબાર ગોપાળદાસ શિક્ષણ મહાવિદ્યાલય અલિયાબાડા અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે NSS કેમ્પનું આયોજન જામનગર જિલ્લાના શેખપાટ ગામે ખાતે કરવામાં આવ્યું.

સંસ્થાના ટ્રસ્ટી આશર સાહેબના અધ્યક્ષ સ્થાને યોજાયેલ આ કાર્યક્રમમાં જિલ્લા કો ઓર્ડીનેટર સોનલબેન જોશી, ડૉ. નઝમા બેન, શેખપાટ ગામના સરપંચશ્રી, ઉપસરપંચ, તલાટી કમ મંત્રી, કુમાર અને કન્યા પ્રા.શાળાના આચાર્યશ્રીઓ , મહાવિદ્યાલયના NSS co ordinator , અધ્યાપકો તેમજ ગ્રામજનો સાથે શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો જોડાયા. આ સમગ્ર સપ્તાહ દરમિયાન વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું.

સ્વયં સેવકો દ્વારા રણુજા વૃદ્ધાશ્રમની મુલાકાત કરી મૂલ્ય શિક્ષણના પાઠ શીખ્યા , સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવા માટે રેલી કરવામાં આવી સાથે ગ્રામ સફાઈ પણ કરવામાં આવી.તેમજ NSS નાં સ્વયંસેવકોનો ઇન્ડોર અને આઉટ ડોર રમત ગમત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ત્યારબાદ ગામના લોકો અને વિદ્યાર્થીઓને રોજગાર કચેરીનાં કાઉન્સેલર ધ્રુવ્રરાજસિહ જાડેજા અને જયેશભાઈ વાળા દ્વારા કારકિર્દી માર્ગદર્શન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો તેમણે ત્રણ વિષયો :ધો.10 અને 12 પછી ઉચ્ચ અભ્યાસ, વિવિધ રોજગારી વિશે માહીતગાર કર્યા તેમજ રોજગાર કચેરીનાં અનુબંધમ પોર્ટલ અંગે માર્ગદર્શન આપ્યું.ગામની અંદર વ્યસન મુક્તિ અંગે વિવિધ સૂત્રોના માધ્યમથી ભવ્ય રેલી કરી લોકોમાં જાગૃતિ ફેલાવી. સ્વયં સેવકો દ્વારા દરરોજ પ્રભાતફેરી કરવામાં આવી, આ ઉપરાંત ગામની અંદર તહેરા ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટ અને NSS યુનિટના સંયુક્ત ઉપક્રમે વિના મૂલ્યે આંખ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં અંદાજિત ૩૫૦ જેટલા ગ્રામજનોએ ભાગ લીધો. આ ઉપરાંત ફાયર સેફ્ટી અંગે જાગૃતિ કાર્યક્રમ, બાળ સમાજ સુરક્ષા કાર્યક્રમ, સંગીત સંધ્યા, સાંસ્કૃતિક કાર્યક્રમ, ધુવાવ ગ્રીન શાળાની મુલાકાત, ગૌશાળાની મુલાકાત, પ્રાકૃતિક ખેતી ફાર્મ મુલાકાત, વૃક્ષારોપણ, ડિજિટલ અવેરનેશ શેરી નાટક જેવી અનેક પ્રવૃતિઓ કરવામાં આવી. આ કેમ્પ દ્વારા NSS સ્વયંસેવકોમાં નૈતિકતા, જવાબદારી અને સમાજ માટેના ફરજ બજાવવાની ભાવના વિકસિત થઈ. NSS ના સ્વયં સેવકોએ ઉત્સાહપૂર્વક સમગ્ર કાર્યક્રમને સફળ બનાવ્યો. સમગ્ર કાર્યક્રમનું સુચારૂ અને સૂક્ષ્મ આયોજન અને અમલીકરણ NSS કો ઓર્ડિનેટર ડૉ. જીગ્નેશભાઈ લિંબાચિયા દ્વારા આચાર્યા ડૉ. રૂપલબેન માંકડ ના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું.

Back to top button
error: Content is protected !!