INTERNATIONAL

ફિલિપાઈન્સમાં 6.9 તીવ્રતાના ભૂકંપથી 60થી વધુ લોકોના મોત

ફિલિપાઇન્સમાં 6.9 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો, જેના કારણે દેશના ઘણા ભાગોમાં વિનાશ સર્જાયો છે. આ કુદરતી હોનારતમાં અનેક મકાનો ધરાશાયી થયા છે. આ દુર્ઘટનામાં 60થી વધુ લોકોના મોત થયા છે. ભૂકંપ અંગે હજુ પ્રારંભિક અહેવાલોમાં નુકસાન અને જાનહાનિની ઘટના સામે આવી છે. ઘણાં લોકો કાટમાળમાં ફસાયા છે.

ભૂકંપ એટલો તીવ્ર હતો કે ઘણી ઇમારતો, ખાસ કરીને જૂની ઇમારતો સંપૂર્ણપણે ધરાશાયી થઈ ગઈ હતી, જેના કારણે ઘણા લોકો કાટમાળ નીચે ફસાઈ ગયા છે. જેમને બચાવવા માટે ફિલિપાઇન્સના ડિઝાસ્ટર મેનેજમેન્ટ અધિકારીઓએ તાત્કાલિક બચાવ અને રાહત કામગીરી શરૂ કરી દીધી છે. કાટમાળમાં ફસાયેલા લોકોને બચાવવા માટે બચાવ ટીમો દિવસ-રાત કામ કરી રહી છે.

ઘણા લોકો હજુ પણ ગુમ હોવાથી મૃત્યુઆંક વધવાની આશંકા છે. ઘાયલોને નજીકની હોસ્પિટલોમાં લઈ જવામાં આવ્યા છે, જ્યાં તબીબી ટીમો સારવાર આપી રહી છે. એક વરિષ્ઠ ડિઝાસ્ટર મેનેજમેન્ટ અધિકારીએ જણાવ્યું હતું કે, “6.9 ની તીવ્રતાનો ભૂકંપ અત્યંત શક્તિશાળી હતો. ઘણી ઇમારતો ધરાશાયી થઈ ગઈ છે અને ઓછામાં ઓછા 60 લોકોએ જીવ ગુમાવ્યા છે. અમે અસરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ અને રાહત કામગીરી ઝડપી બનાવી રહ્યા છીએ.”

Back to top button
error: Content is protected !!