INTERNATIONAL

નાસાના અવકાશયાત્રીઓ સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર 9 મહિના પછી પૃથ્વી પર પાછા ફર્યા

અવકાશયાત્રીઓ સુનીતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર મંગળવારે એટલે કે આજે પૃથ્વી પર સુરક્ષિત રીતે પાછા ફર્યા હતા. તેઓ ફ્લોરિડાના કિનારે સુરક્ષિત રીતે ઉતરાણ કર્યું હતું. અમેરિકન અવકાશયાત્રી નિક હેગ અને રશિયન અવકાશયાત્રી એલેકઝાન્ડર ગોર્બુનોવ પણ તેમની સાથે પાછા ફર્યા છે. ત્યારે સ્પેસએક્સના ક્રૂ ડ્રેગન કેપ્સ્યુલ ‘ફ્રીડમ’ ની મદદથી તે બધાને પાછા લાવવામાં સફળતા મળી હતી. ઉલ્લેખનિય છેકે તમામ અવકાશયાત્રીઓ 286 દિવસ પછી અવકાશમાંથી પર ફર્યા હતા.

ફ્રીડમ’ કેપ્સ્યુલે પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશતી વખતે લગભગ 3000 ડિગ્રી ફેરનહીટ (1650 ડિગ્રી સેલ્સિયસ) તાપમાનનો સામનો કર્યો હતો. ત્યારબાદ તે પેરાશૂટ દ્વારા તલાહસી નજીક મેક્સિકોના અખાતમાં સુરક્ષિત રીતે ઉતર્યું હતું. ત્યારબાદ એક રિકવરી જહાજ દ્વારા ચાર અવકાશયાત્રીઓને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. જે બાદ તેમને હ્યુસ્ટનમાં નાસાના જોન્સન સ્પેસ સેન્ટર લઈ જવામાં આવશે. આ અવકાશયાત્રીઓએ પૃથ્વી પર પાછા ફર્યા પછી 45 દિવસની પુનર્વસન પ્રક્રિયામાંથી પસાર થવું પડશે, જેથી તેઓ માઇક્રોગ્રેવીટીની અસરોથી પૃથ્વીના ગુરુત્વાકર્ષણમાં અનુકૂલન સાધી શકે.

ગયા વર્ષે જૂનમાં, બુચ વિલ્મોર અને સુનિતા વિલિયમ્સને બોઇંગના સ્ટારલાઇનર વિમાનમાં આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (ISS) મોકલવામાં આવ્યા હતા. બંનેને ત્યાં ફક્ત ૮ દિવસ રોકાવાનું હતું. બંને અવકાશયાનની સલામતી તપાસવા ગયા હતા. જોકે પ્રોપલ્શન નિષ્ફળતાના પરિણામે મિશન નિષ્ફળ ગયું અને અવકાશયાનને કોઈપણ મુસાફરો વિના પૃથ્વી પર પાછા ફરવું પડ્યું. આ પછી બંને અવકાશમાં ફસાયેલા રહ્યા.

Back to top button
error: Content is protected !!