યુરોપિયન સંઘે દુનિયાભરની 45 સંસ્થાઓ પર પ્રતિબંધ લગાવ્યો છે. જેમાં ત્રણ ભારતીય કંપનીઓ

અમેરિકાએ રશિયાની બે દિગ્ગજ ઓઇલ કંપની પર પ્રતિબંધ લગાવ્યો બાદ. હવે યુરોપિયન સંઘે પણ રશિયા પર આર્થિક દબાણ કરવા માટે ભારતની ત્રણ કંપનીઓને પર પ્રતિબંધ મૂકી દીધો છે. યુરોપિયન સંઘે આ ત્રણ ભારતીય કંપનીઓ પર કથિત રૂપે રશિયન સેના સાથે સંબંધ રાખવાનો આરોપ લગાવ્યો છે.
રશિયાની સેના સાથે કથિત સંબંધોને લઈને ગુરૂવારે (23 ઓક્ટોબર) યુરોપિયન સંઘે દુનિયાભરની 45 સંસ્થાઓ પર પ્રતિબંધ લગાવ્યો છે. જેમાં ત્રણ ભારતીય કંપનીઓનો પણ સમાવેશ થાય છે. યુરોપિયન સંઘે પ્રતિબંધોને પોતાના 19માં પેકેજ હેઠળ આ કંપનીઓ સામે દંડાત્મક કાર્યવાહી કરી છે. આ પ્રતિબંધ યુક્રેન પર રશિયાના આક્રમણ સામે તેના પર આર્થિક દબાણ બનાવવાના પ્રયાસોનો ભાગ છે.
જે ત્રણ કંપનીઓ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો, તેમાં Aerotrust Aviation Private Limited, Ascend Aviation India Private Limited અને Shree Enterprises સામેલ છે.
- એરોટ્રસ્ટ ઉડ્ડયન સાથે જોડાયેલી કંપની છે જેના પર રશિયન સૈન્યને ટેક્નિકલ સહાય પૂરી પાડવાનો આરોપ છે.
- બીજી કંપની, એસેન્ડ એવિએશન (Ascend Aviation) પણ એક ઉડ્ડયન કંપની છે. યુરોપિયન સંઘનો દાવો છે કે આ કંપનીએ નિકાસ પ્રતિબંધોનું ઉલ્લંઘન કર્યું છે.
- ત્રીજી કંપની એક સામાન્ય વ્યવસાયિક એન્ટિટી છે. યુરોપિયન સંઘ અનુસાર, આ કંપની રશિયન સૈન્ય સાથે સંબંધો ધરાવે છે.


