JAMNAGAR CITY/ TALUKOKALAVAD
કાલાવડ પાસેના નવા રણુજા ધામે અષાઢી બીજના વિશેષ અન્નકોટ, ભક્તોનું ઘોડાપુર
07 જુલાઇ 2024
અહેવાલ :- હર્ષલ ખંધેડિયા :- જામનગર
જામનગર જિલ્લાના કાલાવડના નવારણુજામાં અષાઢી બીજની ઉજવણી કરવામાં આવી. રણુજા ખાતે આવેલા સુપ્રસિદ્ધ રામદેવપીર મંદિર આવેલ છે…દર બીજે ભક્તોનું ઘોડાપુર રહે છે… એમાંય આજે અષાઢી બીજ નું અનેરું મહત્વ હોય છે..
અષાઢી બીજના દિવસે રણુજામાં રામદેવપીરના મંદિરે યોજાય છે અન્નકૂટ દર્શન.દર બીજ એ લોકો અહીં ધ્વજારોહણ કરતા હોય છે.અહીં 52 ગજની ધજા ચડાવામાં આવે છે.. મોટી સંખ્યામાં ભાવિકો ચાલી ને દર્શન કરવા પહોંચ્યા.પોતાની માનતા પુરી કરતા હોય છે..બીજ નું અનેરૂ મહત્વ હોય છે.ભક્તો બાર બીજ ની માનતા રાખે છે. રામદેવ પીર ના મંદિરમાં અન્નશ્રેત્ર ચાલે છે.ભક્તો ની ભીડ હોવાથી કોઈ અઈચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો