
તા.૦૬.૦૫.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર

Limkheda:દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના ચીલાકોટા ખાતે ભારે વાવાઝોડાથી અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લેતા પંચાયત અને કૃષિ મંત્રી બચુભાઈ ખાબડ
મુલાકાત લઈ અસરગ્રસ્ત નાગરિકો સાથે સંવાદ કર્યો આશ્રય લઈ રહેલા અસરગ્રસ્તોની મળતી ભોજન, આરોગ્ય સેવાઓની જાણકારી મેળવી હતી દાહોદ જિલ્લામાં મધરાત્રે આવેલ ભારે વાવાઝોડાને લીધે લીમખેડા તાલુકાના ચીલાકોટા ગામ ખાતે આગ લાગવાની ઘટના બની હતી ઘટના સ્થળની પંચાયત અને કૃષિ મંત્રી શ્રી બચુભાઈ ખાબડએ મુલાકાત લીધી હતી, અને સરકારી સહાય તેમને ઝડપથી પ્રાપ્ત થાય તે માટે ઉપસ્થિત અધિકારીઓને સૂચના આપી હતી. પંચાયત અને કૃષિ મંત્રી બચુભાઈ ખાબડએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર કોઈ પણ કુદરતી આપત્તિ કે વિકટ સમયમાં અસરગ્રસ્તોની પડખે ઉભી છે . વરસાદ અને ભારે વાવાઝોડાની સ્થિતિને ધ્યાને રાખી વહીવટીતંત્ર સતર્ક છે અસરગ્રસ્ત લોકોની મુલાકાત લઈને તેમની પરિસ્થિતિથી વાકેફ થઈને લોકોને હૈયાધારણા આપી હતી આ મુલાકાત વેળાએ ધારાસભ્ય શૈલેષભાઈ ભાભોર, જિલ્લા ભાજપ પ્રમુખ સ્નેહલભાઈ દરીયા સહિત વહીવટીતંત્રના અમલીકરણ અધિકારીઓ જોડાયા હતા



