JETPURRAJKOT CITY / TALUKO

Jetpur: જેતપુરના ગણેશ નગરમાં આઝાદીના 75 વર્ષ બાદ પણ પાયાની સુવિધાઓ જ નથી?

તા.૨૭/૭/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

જેતપુરમાં જેતપુર-નવાગઢ નગરપાલિકાની હદમાં આવતા જુનાગઢ રોડ પરના ગણેશ નગર વિસ્તારના લોકો દ્વારા પાલિકા દ્વારા વર્ષોથી પ્રાથમીક સુવિધાઓ ન અપાતા હલ્લાબોલ કર્યો હતો

મહિલાઓએ નગરપાલિકા હાય હાય ના નારા લગાવ્યા

Rajkot, Jetpur: જેતપુર શહેરની નગરપાલિકા એ ગ્રેડની ગણવામાં આવે છે પરંતુ આજે પણ છેવાડાના વિસ્તારમાં પાયાની સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે. વેરો ઉઘરાવવામાં માહેર પાલિકા પ્રાથમિક સુવિધા આપવામાં ઉણી ઉતરી છે ત્યારે અહીં પારાવાર દુવિધા ભોગવતા લોકોએ રસ્તા, પાણી, સ્ટ્રીટલાઇટ સહિતની સુવિધા આપવા માગણી કરી છે. ઉપરાંત નગરપાલિકા હાય હાય ના નારાપણ લગાવ્યા હતા.

જેતપુર પાલિકાની હદ હેઠળ આવતા જુનાગઢ રોડ રોડ પર આવેલા એસ કુમાર રેસિડેન્સીનો પાછળનો ગણેશ નગર વિસ્તારના રહેવાસીઓ દ્વારા આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો ચોમાસુ હોવાથી પાણી ભરાવાની સમસ્યા છેલ્લા ૫ વર્ષથી સર્જાતી હોવા છતાં એક પણ પ્રકારના રોડની કામગીરી અહીં કરવામાં નથી આવી તેમજ આ વિસ્તારમાં પાયાની સુવિધાઓ જેમ કે પાક રસ્તા, સ્ટ્રીટ લાઈટ, ગંદા પાણીના નિકાલ માટે ગટર વ્યવસ્થા નથી તેમજ ડોર ટુ ડોર કચરો લેવાની કામગીરી પણ આ વિસ્તારોમાં કરવામાં આવતી ન હોવાનું પણ જણાવવામાં આવ્યું હતુ તેમજ મોટી સંખ્યામાં મહિલાઓ એકઠિ થઈ નગરપાલિકાની ઢીલી નીતિઓ સામે વિરોધ નોંધાવ્યો હતો

આશ્ચર્યની વાત એ છે કે આઝાદીના 75 વર્ષ બાદ પણ આ ઉપરોક્ત વિસ્તારોમાં વિકાસના કર્યો થયા જ કેમ નથી. શું પાલિકાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા કઈ નક્કર આયોજન કરવામાં નથી આવ્યું? આવા અનેક સવાલો થતા જોવા મળતા હોય છે.જો કે ગણેશ નગર ના રહેવાસીઓ દ્વારા અગાઉ પણ પાયાની સુવિધાઓ આપવા માટે આવેદનો પાઠવવામાં આવ્યા હતા. પણ સ્થિતિ “જે સે થે” મુજબની જોવા મળે છે.

હાલ અત્યારે ચોમાસાનો સમય જેથી ગંદકી થવાના કારણે અનેક રોગોનો સામનો પણ આ વિસ્તારના લોકો કરી રહ્યા છે સાથે નાના બાળકો પણ હાલ દહેશત મચાવેલા ચાંદીપુરમ રોગ નો શિકાર બને તો નવાઈની કારણકે આ વિસ્તારમાં ચાલવા માટે પણ સારી જગ્યા રહી નથી જ્યાં જુઓ ત્યાં ગંદકી જ ગંદકી જોવા મળે છે અને આ વિસ્તારના લોકો તે પારાવાર નુકસાની ભોગી રહ્યા છે, આ વિસ્તારમાં આક્ષેપો પ્રમાણે મતદાન સમય અને અહીંના સ્થાનિક સુધારાઇ સભ્યો મોટી મોટી વાતો કરી જતા રહ્યા હોય તેવા પણ આક્ષેપો કર્યા હતા.આ વિસ્તારોના લોકો દ્વારા જણાવ્યું હતું કે જો તેમની માંગો પાલિકા તંત્ર દ્વારા પુરી પાડવામાં નહિ આવે તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી

Back to top button
error: Content is protected !!