જુનાગઢ મહાનગરપાલિકાની બેદરકારીના કારણે દોલતપરમાં ગાયો અને સ્થાનિકોના જીવ જોખમમાં

વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જુનાગઢ
જુનાગઢ : શહેરના દોલતપર વિસ્તારમાં છેલ્લા બે મહિનાથી ખુલ્લી રહેલી ગટરને કારણે એક નિર્દોષ ગાયનું જીવન જોખમમાં મુકાયું છે. જુનાગઢ મહાનગરપાલિકાની ઘોર બેદરકારી અને નિષ્ક્રિયતાના પરિણામે આ ગટર ખુલ્લી રહી, જેમાં એક ગાય પડી ગઈ. 





