JUNAGADH CITY / TALUKOJUNAGADH RURAL

ધરતી આબા જન ભાગીદારી અભિયાન જૂનાગઢ જિલ્લામાં ૧૧૯૪ લાભાર્થીઓને મળ્યા સરકારની વિવિધ જનકલ્યાણલક્ષી યોજના-સેવાઓના લાભ

સાસણ,મેંદરડા, ગડુ, અમરાપુર, શિરવાણમાં વસતા સીદી સમુદાયના નાગરિકોએ બહોળી સંખ્યામાં સેચ્યુરેશન કેમ્પનો લાભ લીધો

સાસણ,મેંદરડા, ગડુ, અમરાપુર, શિરવાણમાં વસતા સીદી સમુદાયના નાગરિકોએ બહોળી સંખ્યામાં સેચ્યુરેશન કેમ્પનો લાભ લીધો
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : ધરતી આબા જન ભાગીદારી અભિયાન (DA JUGA) અંતર્ગત જૂનાગઢ જિલ્લામાં સાસણ, શીરવાણ, મેંદરડા, ગડુ, અમરાપુર તેમજ કેશોદ, માંગરોળ અને જૂનાગઢ શહેરમાં વસતાં સીદી સમુદાયના લોકોને સેવાકીય લાભો પહોચાડવા માટે અલગ-અલગ કેમ્પોનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ કેમ્પમાં ૧૧૯૪ નાગરિકોએ સરકારની વિવિધ જનકલ્યાણલક્ષી યોજનાઓ તથા સેવાઓના લાભ પ્રાપ્ત થયો છે.
જૂનાગઢ જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાના માર્ગદર્શન અને નિર્દેશ મુજબ વહીવટી તંત્ર દ્વારા ધરતી આબા જન ભાગીદારી અભિયાન અંતર્ગત તા. ૩૦ જુન થી ૧૫ જુલાઈ સુધી જૂનાગઢ જિલ્લામાં સાસણ, શીરવાણ, મેંદરડા, ગડુ, અમરાપુર, કેશોદ, માંગરોળ અને જૂનાગઢ શહેરમાં વસતાં સીદી સમુદાયના લોકોને સેવાકીય લાભો પહોચાડવા માટે અલગ-અલગ કેમ્પોનું આયોજન કરાયુ હતુ.
ભારત સરકારના આદિજાતિ બાબતોના મંત્રાલય દ્વારા ૩૦ જૂન થી ૧૫ જુલાઇ ૨૦૨૫ સુધી આ અભિયાન અંગેની લોકોમાં જાગૃતિ અને જાણકારી ઉભી થાય તેમજ નિયત કરેલ સેવાઓ લોકો સુધી પહોંચાડવા કેમ્પ અને બેનીફીટ સેચ્યુરેશનનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ અભિયાન અન્વયે આધાર કાર્ડ, રાશન કાર્ડ, જાતિપ્રમાણપત્ર,હેલ્થ ચેકઅપ કેમ્પ, આયુષ્યમાન કાર્ડ,કિસાન સન્માન નીધિ સહિતની યોજનાઓનો લાભ નાગરિકોએ લીધો હતો.

Back to top button
error: Content is protected !!