GUJARATHALOLPANCHMAHAL

હાલોલ:પોલીકેબ કંપની ખાતે પોલીકેબ વેલ્ફેર ફાઉન્ડેશન દ્વારા વિલેજ કોલેજ ઇન્ટરફેસ કોમ્પિટિશન યોજાઇ 

 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૨૬.૩.૨૦૨૫

હાલોલ સ્થિત પોલીકેબ કંપની ખાતે પોલીકેબ સોશિયલ વેલ્ફેર ફાઉન્ડેશન દ્વારા ગ્રામ્ય વિસ્તાર ની સમસ્યા અને વિકાસ લક્ષી વિલેજ કોલેજ ઇન્ટરફેસ કોમ્પિટિશન પંચમહાલ જિલ્લા કલેક્ટર આશિષકુમારની પ્રેરક ઉપસ્થિતિમાં યોજવામાં આવી હતી.યોજાયેલ કોમ્પિટિશનમાં ગોધરા,વડોદરા,આનંદ સહીત ની એંજીન્યરિંગ કોલેજના વિદ્યાર્થીઓની નવ જેટલી ટીમો એ ભાગ લીધો હતો.યોજાયેલ કોમ્પિટિશનમાં ગ્રામ્ય વિસ્તાર ને સ્પર્શતી અને તેની લગતી વિવિધ સમસ્યાઓ જેવી કે પાણી,પર્યાવરણ,વીજળી, શિક્ષણ, કુપોષણ,ખેતીને લગતી સમસ્યા રાંધણ ગેસ વિગેરે વિષય ઓ પર મૂળભૂત મુદ્દાઓને આવરી લઇ તેનું નિરાકરણ કરી તેનો વિકાસ કેવી રીતે થાય તે માટેના વિદ્યાર્થીઓ ગ્રામ્ય વિસ્તારોમાં ફરી તેનું નિરીક્ષણ કરી તે વિષય પર એ જુદા જુદા પ્રોજેક્ટ બનાવી રજુ કરવામાં આવ્યા હતા.આ પ્રસંગે વિલેજ કોલેજ ઇન્ટરફેસ ના નિષ્ણાતો સહીત પંચમહાલ જિલ્લા કલેક્ટર આશિષકુમાર,પોલીકેબ કંપનીના ડાયરેક્ટર રાકેશભાઈ તલાટી,એજ્યુકેટીવ ડાયરેક્ટર વિજય પ્રતાપ પાંડે,સીએસઆર વિભાગના વાઇસ પ્રેસિડેન્ટ ચિત્રા દવે,એસોસિયેટ વાઈસ પ્રેસિડેન્ટ પારુલ પટેલ તેમજ સીએસઆર વિભાગના હેડ નીરજભાઈ કુંદનાની હાજર રહ્યા હતા.વિદ્યાર્થીઓ દ્વારા રજુ કરવામાં આવેલા પ્રોજેક્ટો ને નિહાળી વિદ્યાર્થીઓને ત્રણ શ્રેષ્ટ પ્રોજેક્ટ ને ક્રમાંક આપવામાં આવ્યો હતો જયારે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા ટ્રોફી આપી સન્માનીત કરવામાં આવ્યા હતા.

Back to top button
error: Content is protected !!