વિસાવદર પોલીસની દિલ ધડક કામગીરી
વિસાવદર પોલીસના પી.એસ.આઇ.સલમાં સુમરાનો સપાટો

યોગેશ કાનાબાર રાજુલા
*વિસાવદર પોલીસે અપહરણનાં બનાવમાં ભોગ બનનારને દિવસ રાત એક કરી ગણતરી ના કલાકોમાં મુક્ત કરાવી*
વિસાવદર પોલીસના પી.એસ.આઇ.સલમાં સુમરાનો સપાટો*
વિસાવદરતા.વિસાવદર માંથી એક ભોગબનનાર નું અપહરણ કરી આરોપીઓ અમરેલી બાજુ ગયેલ હોવાની ચોક્કસ બાતમીના આધારે અમરેલી જિલ્લાના તાલુકા હદ વિસ્તારની અંદર આરોપીઓ છુપાયેલા હોય ત્યાં છાપો મારી અને ગણતરીના કલાકોમાં પકડી પાડેલ
જુનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી નીલેષ જાંજડીયા સાહેબ તથા જૂનાગઢ જિલ્લા પોલીસ વડા શ્રી હર્ષદ મહેતા સાહેબનાઓની સુચના મુજબ જિલ્લામા બનતા ગુન્હાઓના આરોપીઓને તાત્કાલીક પકડી પાડવા ખાસ સુચનાઓ કરવામા આવેલ હોય જે અંન્વયે ના.પો.અધિ.શ્રી હિતેષ ધાંધલ્યા સાહેબ જુનાગઢ વિભાગ, જુનાગઢ નાઓના માર્ગદર્શન હેઠળ વિસાવદર પોલીસ સ્ટેશનના પો.ઇન્સ. આર.બી.ગઢવી સાહેબ નાઓએ પો.સબ.ઇન્સ. એસ.આઇ.સુમરા સાહેબને વિસાવદર પો.સ્ટે.નાની પીંડાખાઇ ગામે બનેલ અપહરણનાં ગુન્હાનાં આરોપીઓને તાત્કાલીક પકડી પાડવાસૂચના આપેલ હોય જે દરમ્યાન વિસાવદર પો.સ્ટે ગુ.ર.નં.૧૧૨૦૩૦૭૦૨૪૦૪૧૯/૨૪ બી.એન.એસ. કલમ-૧૪૦ (૩), ૩ (૫) મુજબ તા.૦૩/૦૮/૨૦૨૪નાં રોજ ગુન્હો રજી. થયેલ
આ કામના આરોપીઓ અમરેલી જિલ્લાના પાણીયા ગામે ભોગ બનનારનું અપરણ કરી અને લઈ ગયેલ હોય જે બાબતની પીએસઆઇ સુમરાએ ટેકનિકલ સોર્સ માંથી અને અંગત માહિતી મેળવેલ જે બાબતે ઉપલી અધિકારીની સુચના અને માર્ગદર્શન હેઠળ વિસાવદર પોલીસ ની સર્વલન્સ ટીમ અમરેલી જિલ્લામાં તપાસ અર્થે નીકળી ગયેલ અને આરોપીઓ ભોગ બનનારને અમરેલી જિલ્લાના તાલુકા વિસ્તાર ની હદમાં ભોગ બનારને બંધક બનાવેલ અને છુપાઈ ગયેલ હોય જેથી પી એસ આઇ સુમરાએ ટેકનિકલ સોર્સ અને બાતમીદારોના મારફતે આરોપીઓને અમરેલી જિલ્લાના પાણીયા ગામ, જાળીયા ગામ, અમરેલી સીટી સ્લમ વિસ્તારમાં આરોપીઓને ભોગ બનનાર સાથે શોધી કાઢેલ હોય અને આ કામે ફરિયાદીએ પોતાના પિતાને આરોપીઓ દ્વારા મર્ડર કરી નાખે તેવી દેશદ વ્યક્ત કરેલી હોય જેની ગંભીરતા સમજી વિસાવદર પીએસઆઇ સુમરાએ સમય સૂચકતા અને સાવધાની પૂર્વક આરોપીઓને દબોચી લીધેલ છે
આ કામેની વધુ તપાસ પો.ઇન્સ. આર.બી.ગઢવી સાહેબનાઓ ચલાવી રહેલ હોય જેઓ તથા પો.સબ.ઇન્સ. એસ. આઇ.સુમરા તથા પો.સ્ટાફએ અમરેલી ખાતેથી ટેકનીકલ સોર્સ તથા ખાનગી બાતમીદાર મારફતે આ કામેનાં ભોગબનનારને શોધી કાઢી અને આરોપીઓને ગુનો દાખલ થયાના ગણતરીના કલાકોમાં પકડી પાડી ધોરણસર અટક કરી કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.અટક કરેલ આરોપીનું નામઃ-
(૧) મગન હરજીભાઇ પરમાર, દે.પુ. ઉ.વ.૪૫ રહે.જેસીંગપરા જકાતનાકા અમરેલી
(૨) રમેશ હરીભાઇ સારોલીયા, દે.પુ. ઉ.વ.૫૫ રહે.પાણીયા ગામ તા.જી.અમરેલી
(૩) મનુ હરીભાઇ સારોલીયા, દે.પુ. ઉ.વ.૬૦ રહે.પાણીયા ગામ તા.જી.અમરેલી
તા.વિસાવદર
પકડવાના બાકી આરોપી
(૧) છગન હરજી પરમાર, દે.પુ. રહે. જેસીંગપરા જકાતનાકા અમરેલી
(૨) જગદીશ રાજુભાઇ વાઘેલા, દે.પુ. રહે. રોકડીયાપરા સકકરગઢ રોડ બાયપાસ અમરેલી
સારી કામગીરી કરનારા પો.અધિકારી/પો.કર્મચારીઃ-
આ કામગીરી પો.ઇન્સ.શ્રી આર.બી.ગઢવી સાહેબ તથા પો.સ.ઇ.શ્રી એસ.આઇ.સુમરા તથા ASI ભરતભાઈ કરમટા અને પો.કોન્સ. અવિનાશભાઇ રમેશચંદ્રભાઇ તથા દિનેશભાઇ અરજણભાઇ તથા પ્રફુલભાઇ કરશનભાઇ, રાકેશભાઇ બાઉવેદભાઇ તથા રાહુલભાઇ કાળાભાઇ વિગેરે પોલીસ સ્ટાફએ સાથે રહી કામગીરી કરેલ છે.(ફોટા સાથે)





