JUNAGADH RURAL

“આંતર રાષ્ટીય બાલિકા દિવસ” અંતર્ગત ડો. સુભાષ એકેડેમી તથા જ્યોતિ વિદ્યાલય બંધાળા ખાતે કિશોરી સંમેલન ઉજવણી

વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણીના ભાગ રૂપે કિશોરી સંમેલનનું આયોજન જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી જૂનાગઢ દ્રારા “બેટી બચાવો બેટી પઢાવો” યોજના અંતર્ગત ડો. સુભાષ એકેડેમી તથા જ્યોતિ વિદ્યાલય બંધાળા જૂનાગઢ ગ્રામ્ય ખાતે જિલ્લા મહિલા અને બાળ અધિકારી સોજીત્રા સાહેબ તેમજ દહેજ પ્રતિબંધક અધિકારી ભાડ સાહેબના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યુ હતું. જેમાં આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસના મહત્વ, પોષણ, આરોગ્ય, બાળ લગ્ન તેમજ શિક્ષણનું જીવનમાં મહત્વ અંગે ચર્ચા કરવામાં આવી અને સંસ્થાની બહેનોના ચાર ગ્રુપ બનાવી લિંગભેદ, ઘરેલુ હિંસા, કિશોરા અવસ્થા, મહિલા લક્ષી યોજનાઓ આ ચાર મુખ્ય મુદ્દાઓ અંગે ગ્રુપ પ્રવુતિ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં DHEW ટીમના કૃપાબેન ખુંટ, ડેર મિનાક્ષી તેમજ OSC ટીમ વતી અંકિતાબેન ભાખર, (FHW)મનીષાબેન, શાળાના આચર્ય શિક્ષણગણ તેમજ બહોળી સંખ્યામાં કિશોરીઓ ઉપસ્થિત રહી આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

 

Back to top button
error: Content is protected !!