લીમખેડા ની શાળામાં વ્યસન મુક્તિનો કાર્યક્રમ યોજાયો
પ્રગતિ ગર્લ્સ હાઇસ્કુલ લીમખેડા ખાતે તારીખ 04/07/ 2025 ના રોજ રોટરી સેવા સંસ્થાન દાહોદ ભારત સરકાર નીતિ આયોગ તથા ગુજરાત સરકાર માન્ય એનજીઓ દ્વારા રાષ્ટ્રીય માનસિક આરોગ્ય કાર્યક્રમ અંતર્ગત વ્યસન મુક્તિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રોટરી સેવા સંસ્થાન દાહોદના પ્રમુખ શ્રી ડોક્ટર નરેશભાઈ ચાવડા દ્વારા વિદ્યાર્થીઓને વ્યસન થી દૂર રહેવા માટે જણાવવામાં આવ્યું હતું. વ્યસનની વિદ્યાર્થીઓના અભ્યાસ પર થતી વિપરીત અસરો ની વિસ્તૃત માહિતી આપી હતી તેમજ મોબાઇલ અને સોશિયલ મીડિયા જેવા વ્યસનો વિશે પણ જાણકારી આપી તેમ જ તેનાથી કેવી રીતે બચી શકાય તે અંગે સમજ આપી હતી. અંતમાં તેમણે વિદ્યાર્થીઓને સંકલ્પ લેવડાવ્યો હતો કે તેઓ પોતે તો વ્યસનથી દૂર રહેશે જ પરંતુ પોતાની આજુબાજુમાં પોતાના વાલી , મિત્રો , સગા જે કોઈપણ વ્યસન કરતા હશે તેમને વ્યસનથી થતા નુકસાન વિશે માહિતગાર કરશે. શાળા દ્વારા ડૉ. નરેશભાઈ ચાવડાનું સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું.