LIMKHEDA
લીમખેડા ની શાળા માં શાળા પંચાયતની ચૂંટણી યોજાઈ.

લીમખેડા તાલુકામાં આવેલી પ્રગતિ ગર્લ્સ હાઇસ્કુલ લીમખેડા ખાતે શાળા પંચાયતની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દરેક વર્ગમાંથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ વર્ગ પ્રતિનિધિ તરીકે ઉમેદવારી નોંધાવી હતી ત્યારબાદ તેઓની લોકશાહી ઢબે ચૂંટણી કરવામાં આવી હતી સર્વપ્રથમ મોનિટર ચૂંટાયા હતા ત્યારબાદ એ મોનિટર દ્વારા શાળાના જી.એસ ઉપ જી.એસ ની ચૂંટણી કરવામાં આવી હતી .શાળાના શિક્ષકોએ તેમને આ લોકશાહીના પર્વ તરીકે તેમને ચૂંટણીનું મહત્વ સમજાવ્યું હતું. ઉપરાંત ચૂંટાયેલ પ્રતિનિધિઓ દ્વારા તેમની કામગીરી અને જવાબદારી ની સમજણ આપી હતી . વિજેતા ઉમેદવારને શાળાના આચાર્યશ્રી શુભેચ્છાઓ પાઠવી હતી..
સુરેશ પટેલ લીમખેડા





