
અરવલ્લી
અહેવાલ: હિતેન્દ્ર પટેલ
મેઘરજના ગ્રામ્ય વિસ્તારમાં સ્મશાનની દયનીય હાલત – વરસાદમાં અગ્નિદાન કરવા મજબૂર ગ્રામજનો – અંતિમ ક્રિયા માટે વલખાં મારી રહ્યો છે મૃતદેહ,માનવતા માટે શરમજનક પરિસ્થિતિ
હવામાન વિભાગની આગાહીને પગલે અરવલ્લી જિલ્લામાં વહેલી સવારથી વરસાદી માહોલ સર્જાયો છે અને ભર શિયાળે ચોમાસુ જામ્યું હોય તેવો ઘાટ છે અને આ બધી બાબતો વચ્ચે વિકાસના દાવા ખોટા સાબિત થતા હોય તેવું દ્રશ્ય સામે આવ્યું કે જે માનવીના મૃત્યુ પછી અંતિમ ક્રિયામાં પણ હવે લોકો ને મુશ્કેલી વેઠવી પડી રહી છે વાત છે સ્મશાન ની સ્મશાનની દયનીય હાલતથી મડદા ને અગ્નિદાન આપવામાં ગામ લોકોને મુશ્કેલી વેઠવી પડી રહી છે
વાત છે અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના કુણોલ ગામમાં આવેલ સ્મશાનની હાલત અત્યંત નાજુક અને દયનીય બની ગઈ છે.શિયાળાના સમયે વરસાદને કારણે ગામલોકો અંતિમવિધિ માટે ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે.મેઘરજ તાલુકાના કુણોલ ગામમાં આવેલ સ્મશાન તૂટેલી હાલતમાં જોવા મળી રહ્યું છે. ત્યાં કોઈ પતરા, શેડ કે આશ્રયસ્થળ ન હોવાથી વરસાદી માહોલમાં અગ્નિદાન કરવું પડતું હોય છે. તાજેતરમાં વચલા મુવાડા ગામની 45 વર્ષીય વૃદ્ધ મહિલાનું અવસાન થતાં ગ્રામજનોને ચાલુ વરસાદમાં જ અગ્નિદાન કરવું પડ્યું હતું.ગામ લોકો ચાલુ વરસાદે પ્લાસ્ટિક ઓઢી ને મડદા ને લાકડાઓ સુવડાવી અગ્નિદાન આપવા મજબુર બન્યા હોય તેવા દ્રશ્યો સામે આવતા શરમજનક પરિસ્થિતિ સામે આવતા તંત્ર સામે અનેક સવાલો ઊભા થયા છે ગામલોકોનું કહેવું છે કે બે મહિના પહેલા ચોમાસાના સમયે અગ્નિદાહ દરમ્યાન પણ એવી જ સ્થિતિ સર્જાઈ હતી, છતાં ગ્રામપંચાયત દ્વારા કોઈ સુધારાત્મક પગલાં લેવામાં આવ્યા નથી. સ્મશાનના વિકાસ માટે અનેકવાર રજૂઆત કર્યા છતાં ગ્રામ પંચાયત તરફથી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.ભર શિયાળે ગ્રામજનોને અંતિમવિધિ માટે વરસાદમાં વલખાં મારવા પડતા હોય છે, જે માનવતા માટે શરમજનક પરિસ્થિતિ છે.સ્થાનિક લોકોમાં આ બાબતને લઈને ભારે નારાજગી વ્યાપી છે અને તેઓએ તાત્કાલિક સ્મશાનના વિકાસની માંગ ઉઠાવી છે.ગામ્ય વિસ્તારમાં સરકારના વિકાસના દાવા ખોટા સાબિત થઈ રહ્યા છે તેવો ઘાટ અહીં જોવા મળી રહ્યો છે.







