
અહેવાલ
અરવલ્લી : હિતેન્દ્ર પટેલ
મેઘરજ: ત્રણ મંદિર પરિસરમાં ચોરી: CCTV માં સમગ્ર ઘટના કેદ ,ઇસરી પોલીસના નાઇટ પેટ્રોલિંગ પર સવાલ
અરવલ્લી જિલ્લામાં ચોરીની ઘટના ફરી એકવાર ચર્ચાનો વિષય બની છે. મેઘરજ તાલુકાના કંટાળું(નવાગામ ) ગામે રાત્રિ સમયે ત્રણ જુદા જુદા મંદિરમાં ચોરીની ઘટના સામે આવી છે.
હનુમાનજી મંદિર, શ્રી રામજી મંદિર અને રામદેવજી મંદિરમાં આવેલ દાનપેટીઓ ના તાળા તોડી અજાણ્યા ચોરોએ હાથ ફેરવ્યો કર્યો હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર કુલ 5 દાનપેટી ઓ તોડી રોકડ રકમની ચોરી કરવામાં આવી છે .ચોરીની સમગ્ર ઘટનાક્રમ મંદિર પરિસરમાં લગાવવામાં આવેલા CCTV કેમેરામાં સ્પષ્ટ રીતે કેદ થયો છે. સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે, છેલ્લા એક વર્ષમાં આ પરિસરમાં આ બીજી વખત ચોરીની ઘટના બની છે, જે પોલીસ પેટ્રોલિંગ પર ગંભીર સવાલ ઊભા કરે છે.જિલ્લાની ઇસરી પોલીસની નાઇટ પેટ્રોલિંગ કામગીરી વિષે ફરીથી પ્રશ્ર્નચિહ્ન ઊભું થયું છે. ગ્રામજનોમાં પણ ભય અને અસંતોષનું માહોલ છે.હવે જોવાનું એ રહેશે કે CCTV ના આધાર પર પોલીસ કઈ રીતે ચોરોને પકડે છે અને આ મંદિરોના સુરક્ષા માટે કયા પગલાં લેવાય છે તે જોવું રહ્યું





