અરવલ્લી
અહેવાલ
મેઘરજ : સગા કાકાના દિકરાએ ૧૩ વર્ષીય સગીરા સાથે દુષ્કર્મ આચરી માતા બનાવી, પરીવારમાં શર્મશાર કરનારી ઘટના સામે આવી
મેઘરજ તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં પરીવારમાં શર્મશાર કરનારી ઘટના સામે આવી
સગીરાને પેટમાં દુખાવો ઉપડતાં પરીવાર જનો હોસ્પિટલ લઇ ગયા જ્યાં સગીરાએ બાળકીને જન્મ આપ્યો : કુટુંબી ભાઇ સામે પોલીસ ફરીયાદ
મેઘરજ તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં પરીવારના સબંધોમાં શર્મશાર કરનારી ઘટના સામે આવીછે ૧૩ વર્ષીય સગીરા સાથે કુટુંબી ભાઇએ દુષ્કર્મ કરી સગીરાને ગર્ભવતી બનાવી હતી નવ માસના ગર્ભ દરમિયાન સગીરાની તબીયત લથડતા પરીવાર જનો સગીરાને સારવાર અર્થે હોસ્પીટલ ખાતે લઇ ગયા હતા જ્યાં તબીબે સગીરા ગર્ભવતી હોવાનુ જણાવતાં પરીવાર માથે આભ ફાટ્યુ હતુ કલ્લાક બાદ સગીરાએ દિકરીને જન્મ આપતાં પરીવાર જનોએ કુટુંબી શખ્સ વિરૂધ્ધ પોલીસ ફરીયાદ નોધાવીછે
મેઘરજ તાલુકાના ગ્રામીણ વિસ્તારની ૧૩ વર્ષીય સગીરા પોતાના સગા કાકાના ઘરે ગત શિયાળા દરમિયાન આખ્યાન હોય રાત્રીના સમયે આખ્યાન જોવા માટે ગઇ હતી તે દરમિયાન રાત્રીના 11 વાગ્યાના અરસામાં સગીરાના સગા કાકાના દિકરો સગીરાને પોતાના ઘર પાછળ લઇ ગયો હતો અને ત્રણ વાર સગીરા સાથે દુષ્કર્મ આચર્યુ હતુ અને પછી ત્યાંથી આ શખ્સ ભાગી ગયો હતો સગીરા એ ઘરના સભ્યો મને ઠપકો કરશે તેમ સમજી ઘરના સભ્યો વાત ન કરી સમય જતાં તા.21/06/2025 ના રોજ સગીરાની માતા ગામમાં મજુરી અર્થે ગઇ હતી બપોરે સગીરાની માતા ઘરે આવી ત્યારે સગીરાને ઉબકા આવતા હોય જેથી સગીરાની માતાએ સગીરાને પુછ્યુ હતુ કે બેટા શુ થાય છે જેથી સગીરાએ પેટમા દુ:ખતુ હોવાનુ જણાવતાં સગીરાને નજીકની સરકારી હોસ્પીટલમાં લઇ ગયા જ્યાં ફરજ પરના તબીબે સગીરાની તપાસ કરતાં સગીરા ગર્ભવતી હોવાનુ પરીવાર જનોને જણાવતાં પરીવાર જનો પર જાણે આભ ફાટ્યુ હોય તેવી સ્થીતી નીર્માણ થવા પામી હતી ર્ડોક્ટર દ્વારા સગીરાની સારવાર શરૂ હતી તેવામાં સગીરાએ બાળકીને જન્મ આપ્યો હતો સગીરાની માતાએ સગીરાની પુછપરછ કરતાં સગીરાએ સમગ્ર ઘટના જણાવતાં સગીરાની માતાએ પોલીસને જાણ કરી હોસ્પીટલ ખાતે બોલાવી સગીરા પર દુષ્કર્મ આચરનાર કુટુબી શખ્સ વિરૂધ્ધ પોલીસ ફરીયાદ નોધાવી છે