અરવલ્લીમાં કુપોષિત, અતિકુપોષિત થી પીડાતા 11,683 બાળકો: 250 આંગણવાડી મકાન જર્જરિત
અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
અરવલ્લીમાં કુપોષિત, અતિકુપોષિત થી પીડાતા 11,683 બાળકો: 250 આંગણવાડી મકાન જર્જરિત
જ્યાં પાયાના શિક્ષણના પાઠ ભણાવાય છે.ત્યાં તો નીચે થી ઉપર સુધી ઉઠતા નિતનવા ભ્રષ્ટાચારના આક્ષેપ…!!
સરકારની વિવિધ યોજના છતાં અનેક લાભાર્થીઓ લાભથી વંચિત !!
અરવલ્લી જિલ્લામાં 0 થી 5 વર્ષના નોંધાયેલા અને આંગણવાડી કેન્દ્રોમાં આવતાં કુલ બાળકો પૈકી 9452 બાળકો કુપોષિત,2231 બાળકો અતિ કુપોષિત હોવાના અને 250 આંગણવાડી કેન્દ્રો જર્જરિત હોવાનો ચિંતાજનક આંકડો સામે આવ્યો છે.જિલ્લાના આઈ.સી.ડી.એસ વિભાગમાં છેલ્લા કેટલાય સમયથી ચાલતી લાલીયાવાડી અને ખાડે ગયેલા તંત્રની હકીક્ત આ આંકડાઓ દ્વારા સ્પષ્ટ રીતે જણાઈ આવતી હોવાની ચર્ચાઓ ઉઠી છે.સરકાર વિવિધ યોજનાઓ અમલમાં મૂકી કરોડો રૂપિયાના ખર્ચાઓ કરે છે છતાં લાભાર્થીઓ માટે યોજનાઓ લેખે લાગતી ન હોવાના આક્ષેપો ઉઠ્યા છે. ભ્રષ્ટ અધિઓરીઓ કર્મચારીઓ પાસે ઉઘરાણા કરી ભ્રષ્ટાચાર આચરી રહ્યા હોવાના છેલ્લા પણ ઘણા સમયથી ચર્ચાઓ સાંભળવા મળે છે.જિલ્લા પંચાયત હસ્તકની કચેરીઓમાં ચાલતા ભ્રષ્ટાચારના જ કારણે જિલ્લા પંચાયતના ચૂંટાયેલા ભાજપના જ પદાધિકારીઓ અને પ્રતિનીઘીઓ એ નારાજગી વ્યક્ત કરી હતી.વિપક્ષ નેતાઓ અને જાગૃત નાગરિકો વારંવાર તંત્રમાં ચાલતી લાલીયાવાડી ને લઈ ઉચ્ય અધિકારીઓ સમક્ષ રજુઆત કરે પરંતુ, ક્યાં કોઈ સાંભળે છે.