માલપુરના એક મોટા એજન્ટે રોકાણકારના રૂપિયા પરત આપ્યાની ચર્ચાઓ જામી,અન્ય એક રોકાણકારના 48 લાખ હલવાયા..!!!
અરવલ્લી
અહેવાલ : હિતેન્દ્ર પટેલ
માલપુરના એક મોટા એજન્ટે રોકાણકારના રૂપિયા પરત આપ્યાની ચર્ચાઓ જામી,અન્ય એક રોકાણકારના 48 લાખ હલવાયા..!!!
અરવલ્લી જિલ્લામાં પોન્જી સ્કીમ ને લઇ રોકાણકારો એ લાખો રૂપિયાનું રોકાણ કર્યું એમાં પણ રોકાણકારો સાથે એજન્ટો નો રાફડો ફાટ્યો હતો. ખાસ કરીને RK એન્ટરપ્રાઈઝ અને હરસિદ્ધિ એન્ટરપ્રાઈઝે પોતાના નીચે રોકાણકારોના કરોડો રૂપિયા દબાવી ને આજે પણ બેઠા છે પરંતુ ફરિયાદ નોંધાવ્યા પછી આ બે કંપનીનું તમામ પડીકું દબાવી દેવામાં આવ્યું હોય તેવું પણ લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. બીજી તરફ સૂત્રો ધ્વારા મળતી માહિતી મુજબ RK ના એજન્ટ બાપ બેટા એ જે રોકાણકાર ફરિયાદ ન નોંધાવે તે માટે એવા રોકાણકારો ને રૂપિયા પરત આપવાના શરૂ કર્યાનું સૂત્રો ધ્વારા જાણવા મળ્યું હતું. સાથે અન્ય એક કિસ્સો પણ સામે આવ્યો જેમા એક યુવકના એક અલગ કોઇનમા ચેન સિસ્ટમ થી 48 લાખ રૂપિયા ડૂબ્યા હોવાની માહિતી પણ સૂત્રો ધ્વારા પ્રાપ્ત થઈ છે. હાલ 48 લાખ રૂપિયા હલવાયેલા હોવાથી યુવક એજન્ટ ને આજીજી કરી રહ્યો છે છતાં રૂપિયા પરત આપવામા આનાકાની કરતા એજન્ટ સામે આગામી સમયમાં ફરિયાદ નોંધાવે તો નવાઈ નહીં. ત્યારે સ્થાનિક તંત્ર પણ આવા લોભામણી જાહેરાતો આપી રોકાણકારો ના રૂપિયા રોકાવનાર સામે કાર્યવાહી કરે તે ખૂબ જરૂરી છે સમગ્ર અહેવાલ હાલ સુત્રો દ્વારા મળતી માહિતી અને લોકોમાં ચાલતી ચર્ચા ને આધારે પ્રસિદ્ધ થયેલ છે જેની પૃષ્ટિ વાત્સલ્યમ સમાચાર કરતુ નથી