MODASA

મોડાસા : પ્રગતિ સેવા ટ્રસ્ટ, સરડોઇ દ્વારા મોડાસા ખાતે ડૉ. બાબા સાહેબ આંબેડકર ભવન ખાતે એજ્યુકેશન તથા મોટીવેશનલ સેમિનાર યોજાયો 

અરવલ્લી

અહેવાલ :હિતેન્દ્ર પટેલ

મોડાસા : પ્રગતિ સેવા ટ્રસ્ટ, સરડોઇ દ્વારા મોડાસા ખાતે ડૉ. બાબા સાહેબ આંબેડકર ભવન ખાતે એજ્યુકેશન તથા મોટીવેશનલ સેમિનાર યોજાયો

પ્રગતિ સેવા ટ્રસ્ટ, સરડોઇ દ્વારા મોડાસા ની પાવન ધરતી ઉપર ડૉ. બાબા સાહેબ આંબેડકર ભવન ખાતે એજ્યુકેશન તથા મોટીવેશનલ સેમિનાર નું આયોજન કરવામાં આવ્યું. સેમિનાર માં મુખ્ય મહેમાન ખ્યાતનામ  સંજય રાવલ તથા ડૉ. રસીક પરમાર સાહેબ હાજર રહ્યા હતા અને પોતાના આગવા અંદાજ માં બધા ને જ્ઞાન પીરસ્યું હતું. આ કાર્યક્રમ માં મોટી સંખ્યા માં મોડાસા શહેર તથા જુદા જુદા ગામડા ના બાળકો, યુવાનો તથા વડીલો એ હાજરી આપી હતી અને બંને વક્તાઓ ના વક્તવ્ય નો લાહવો લીધો હતો.

આ સમગ્ર કાર્યક્રમ નું આયોજન પ્રગતિ સેવા ટ્રસ્ટ,સરડોઇ દ્વારા કરવામાં આવ્યું હતું. અને પ્રગતિ સેવા ટ્રસ્ટ દ્વારા તમામ પધારેલ મહેમાનો તથા શ્રોતાઓ નો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો.આ કાર્યક્રમ માં શ્રી કૃષ્ણ જનરેટર,રૂપાલ તરફથી જનરેટર ની સેવા મળેલ છે. ટ્રસ્ટ દ્વારા તેમનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવામાં આવ્યો.

Back to top button
error: Content is protected !!