ભિલોડાની અસાલ GIDC માંથી નકલી ધીનું ઉત્પાદન ઝડપાયું : એસઓજી અને ફ્રુટ એન્ડ ડ્રગ્સ વિભાગની તપાસમાં શ્રીજી બાપા કંપનીમાંથી શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
ભિલોડાની અસાલ GIDC માંથી નકલી ધીનું ઉત્પાદન ઝડપાયું : એસઓજી અને ફ્રુટ એન્ડ ડ્રગ્સ વિભાગની તપાસમાં શ્રીજી બાપા કંપનીમાંથી શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાની અસલ જીઆઇડીસીમાં આવેલી શ્રી જી બાપા કંપનીમાં નકલી ઘી ઉત્પાદનનો પર્દાફાશ થયો હતો અને જિલ્લા SOG અને ફ્રુડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા સંયુક્ત કાર્યવાહી હાથ ધરી હતી છેલ્લા કેટલાક સમયથી આ જીઆઇડીસીમાં શંકાસ્પદ ઘી બનતું હોવાની ચર્ચાઓ ચાલી રહી હતી માહિતી અને બાતમી ના આધારે બંને વિભાગદ્વારા શ્રીજીબાપા કંપનીમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું તપાસ દરમિયાન કમ્પની માંથી માંથી મળેલા ઘીના નમૂના લઇ પરીક્ષણ કરવામાં આવ્યું હતું પરીક્ષણમાં આ ઘી નકલી હોવાનું સામે આવ્યું છે ત્યારબાદ પોલીસ અને ફ્રુડ એન્ડ ડ્રગ્સ દ્વારા મોટા પ્રમાણમાં ઘી નો જથ્થો જપ્ત કર્યો હતો હાલ તપાસ એજન્સી એ જપ્ત કરેલા જથ્થાને ચકાસણી કરવાની કામગીરી હાથ ધરી છે સાથે આ નકલી ઘી ક્યાં ક્યાં મોકલવામાં આવ્યું હતું તે અંગે પણ તપાસ ચાલુ છે ત્યારે સમગ્ર પોલીસ અને ફ્રૂટ્સ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારી દ્વારા જાણવા મળ્યું હતું કે કંપની માં ઘી ની બનાવટ લાઇસન્સ વગર ચાલતી હતી
.કુલ ઘીના ૬ નમૂના તથા બટર નો ૧ મળીને ૭ નમૂના લેવાયા હતા અને બાકીનો જથ્થો સીઝ કર્યો હતો નમૂના તપાસ માટે ગુજરાત રાજ્ય ની ફૂડ લેબોરેટરી માં મોકલવામા આવ્યા છે નમૂના ના પરિણામ આવ્યે થી આગળ ની કાર્યવાહી કરવામાં આવશે.તેમ જણાવ્યું હતું