મોડાસા તાલુકાની નવનિર્માણ ભીલકુવા ગ્રામ પંચાયતનું સૌ પ્રથમવાર સુકાન મહિલા સંભારશે…!!!
અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
મોડાસા તાલુકાની નવનિર્માણ ભીલકુવા ગ્રામ પંચાયતનું સૌ પ્રથમવાર સુકાન મહિલા સંભારશે…!!!
હાલ ગ્રામપંચાયત ની ચૂંટણી નો માહોલ છે કેટલાક સરપંચ પદ માટે ઉમેદવારી નોંધાવી છે તો કેટલાક વોર્ડ સભ્યો માટે પરંતુ અરવલ્લી જિલ્લામાં કેટલીક ગ્રામપંચાયત સામે આવી જેમાં ગ્રામપંચાયત ને સમરસ બનાવી સર્વાનુમતે સરપંચની પસન્દગી કરાઈ. કુડોલ ગ્રુપ ગ્રામ પંચાયત માંથી વિભાજીત થઇ નવીન પંચાયત ભીલકુવા ગ્રામપંચાયત બનાવવામાં આવી અને સૌ પ્રથમ વખતે જ આ પંચાયત ને સમરસ બનાવવામાં આવી અને એમાં પણ સરપંચ પદે નારી શક્તિ મહિલા મીનાબેન દિલીપ સિંહ ચૌહાણ ને સુકાન સોપાવામાં આવ્યું છે જે ગ્રામપંચાતના સૌ કોઈએ સ્વીકાર્યું હતું ગ્રામજનો આનંદની લાગણી પ્રસરી હતી. સરકાર ના લાભો અને સરકારની વિવિધ યોજનાઓ લોકો સુધી પહોંચાડવા ગ્રામ પંચાયતના વિકાસ માટે પ્રથમ મહિલા સરપંચ પ્રયત્ન કરશે તેઓ વિશ્વાસ વક્ત્ય કર્યો હતો. ભીલકુવા ગામ અને ભીલકુવા કંપાના મતદારો એ સહિયારો પ્રયાસ કરી વિભાજિત ગ્રામ પંચાયત ને સમરસ કરી છે ત્યારે આવતીકાલે વિધિવત મોડાસા તાલુકા પંચાયત ખાતે નામાંકિત ફોર્મ ભરશે.