મોડાસામાં ડોક્ટર હાઉસ પાસે રાધાકુંજ સોસાયટી નજીક મેડિકલ વેસ્ટ ફેંકી દીધેલ હાલતના ફોટો થયા વાયરલ
અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
મોડાસામાં ડોક્ટર હાઉસ પાસે રાધાકુંજ સોસાયટી નજીક મેડિકલ વેસ્ટ ફેંકી દીધેલ હાલતના ફોટો થયા વાયરલ
હાલ કોરોના કેસો ફરી એક વાર સામે આવી રહ્યા છે એમાં પણ ગુજરાત રાજ્યની અંદર પણ કોરોના ના કેસો સામે આવ્યા છે અને કોવિડ ફેલાઈ રહ્યો છે. બીજી તરફ મોડાસા શહેરની અંદર કમળાના શંકાસ્પદ કેસો સામે આવી રહ્યા છે જેના કારણે આરોગ્ય વિભાગ તેમજ પાલિકા દોડતું થયું છે અને સર્વે હાથ ધરવામાં આવી રહ્યું છે. આ બધાની વચ્ચે આરોગ્ય જોખામય તે રીતે બેદરકારી સામે આવી છે જેમાં ખુલ્લી જગ્યામાં મેડિકલ વેસ્ટના નાખેલી હાલતમાં ફોટો વાયરલ થયા છે.પૂર્ણ કામ મેડિકલ વેસ્ટ જાહેરમાં ફેકી જાહેર જનતા ને ઈરાદાપૂર્વક હેરાન કરવાનું કૃત્ય કરનાર ની સામે તાત્કાલિક પગલાં ભરવાની માંગ સેવાઈ રહી છે મેડિકલ વેસ્ટ બસ સ્ટેન્ડ પાછળ ડોકટર હાઉસ પાસે રાધાકુંજ સોસાયટી નજીક જોવા મળેલો હોવાના ફોટો વાયરલ થયા છે મેડિકલ વેસ્ટમાં બ્લડ સેમ્પલ ની કીટ તેમજ યુરિયન કીટના સેમ્પલ હાલ પ્રાથમિક ધોરણે ફોટોમાં જોઈ શકાય છે મેડિકલ વેસ્ટના ફોટો જાગૃતના નાગરિકે સોશિયલ મીડિયા ની અંદર વાયરલ કરી રોષ ઠાલવ્યો હતો આ બાબતે આરોગ્ય વિભાગ દ્વારા યોગ્ય તપાસ કરી મેડિકલ વેસ્ટ નાખનાર સામે યોગ્ય પગલાં ભરવામાં આવે તે જરૂરી છે.વાયરલ ફોટાની પૃષ્ટિ વાત્સલ્યમ સમાચાર કરતુ નથી