
વિજાપુર ભાજપ પક્ષના કાર્યકરો દ્વારા ટીબી ભારત માતા ના મંદિર થી ધારાસભ્ય ની અધ્યક્ષતા મા તિરંગા યાત્રા નીકળી
સરદાર પટેલ ના બાવલા ને સૂતર પહેરાવી તિરંગાયાત્રા દેશ ના શહીદ વીર જવાનો ને સમર્પિત કરાઇ 
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર ભાજપ પક્ષના કાર્યકરો દ્વારા આગામી પંદરમી ઓગસ્ટ સ્વતંત્રતા ની ઉજવણી ના ભાગ રૂપે હર ઘર તિરંગા હર ઘર સ્વચ્છતા સ્વતંત્રતા કા ઉત્સવ સ્વચ્છતા કે સંગ 2025 અંતર્ગત તિરંગા યાત્રા ધારાસભ્ય સીજે ચાવડા ની અધ્યક્ષતા મા ટીબી ભારત માતા ના મંદિર થી નીકળી સરદાર પટેલ બાવલા સુધી નીકળી હતી. જ્યાં ધારાસભ્ય સીજે ચાવડા એ સરદાર પટેલ ના બાવલા ખાતે સૂતર આંટી પહેરાવી દેશના શહીદ થયેલા સ્વાતંત્ર્ય સેનાની અને વીર જવાનો ને તિરંગા યાત્રા સમર્પિત કરવામાં આવી હતી તિરંગા યાત્રા મા શાળાના ભણતા બાળકો શિક્ષક મીત્રો તેમજ ભાજપના પૂર્વ ધારાસભ્ય રમણ ભાઈ પટેલ પૂર્વ ધારાસભ્ય પી આઇ પટેલ ભાજપ તાલુકા પ્રમુખ ભાજપના શહેર પ્રમુખ સહિત રાજકીય આગેવાનો કાર્યકરો સહીત મોટી સંખ્યા માં જોડાયા હતા. તિરંગા યાત્રા મા રાષ્ટ્રીય ગાન દેશ ભક્તિ ના ગીતો ગાઈને સમગ્ર વિસ્તાર રાષ્ટ્રીય ભક્તિ રંગ મા રંગાયો હતો 
				




