કાલોલ નગરના નાગરવાડા વિસ્તારની ખુલ્લી જગ્યામાં જુગાર રમતા ચાર જુગારીઓને 11 હજાર ઉપરાંત નો મુદ્દામાલ સાથે ઝડપી પાડયા.
તારીખ ૨૨/૦૭/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ શહેરના નાગરવાડા વિસ્તારમાં આવેલ હાટકેશ્વર મહાદેવ મંદિર ની બાજુમાં આવેલ ખુલ્લી જગ્યામાં ગંજીફો ચીપી રોકડ નાણાં દાવ પર લગાવી હાર જીતનો જુગાર રમતા ચાર જુગારીઓને કાલોલ પોલીસે ઝડપી લીધા છે
મળતી વિગતો અનુસાર કાલોલ પોલીસ સ્ટેશનના સીનીયર પીઆઇ આર.ડી.ભરવાડ સાથે પોલીસ સ્ટેશનો પોલીસ સ્ટાફ વિસ્તારમાં નાઈટ પેટ્રોલીંગમાં હતા.તે દરમ્યાન ખાનગી બાતમીદારથી ચોક્કસ બાતમી હકીકત મળેલ કે કાલોલ નાગરવાડા વિસ્તારમાં આવેલ હાટકેશ્વર મહાદેવ મંદિરની બાજુ માં આવેલ ખુલ્લી જગ્યામાં સ્ટ્રીટ લાઈટ નાં અજવાળા માં કેટલાક ઇસમો પત્તા-પાના વડે રૂપીયાથી હારજીત નો જુગાર રમી રમાડે છે તેવી મળેલ બાતમી આધારે નજીકમાંથી બે પંચોના માણસો બોલાવી જુગારની બાતમી હકીકતથી વાકેફ કરી ઉપરોકત બાતમી વાળી જગ્યાએ રેડ કરવા જતા કેટલાક ઈસમો જાહેરમાં ખુલ્લી જગ્યામાં ગોળ કુંડાળુ વળી ભેગા બેસી કંઈક રમતા હોય તેમ લાગતા ચારેય બાજુથી કોર્ડન કરી ઉપરોકત જગ્યાએ રેડ કરતા રમવા બેસેલ ઈસમોએ પોલીસને જોઈ નાસવા લાગતા પોલીસનાં માણસોએ દોડીને ચાર ઇસમોને પકડી પાડેલા અને પકડાયેલ ઈસમોને સાથે રાખી જુગારવાળી જગ્યાએ લઈ જઈ નીચે ભોય તળીયે જોતા ગંજી પત્તા પાના તથા ભારતીય ચલણી નોટો વેરવિખેર હાલતમાં પડેલ હતા જે ભેગા કરી ગણી જોતા ગંજી પાના નંગ-૫૨ મળી આવેલ,તેમજ દાવ ઉપરના જુદા જુદા દરની ભારતીય ચલણી નોટો મળી આવેલ જે ભારતીય ચલણી નોટો ગણી જોતા કુલ રૂપીયા-૫૫૨૦ /- મળી આવેલ. જેથી પકડાયેલ ઈસમો પૈકી,પ્રથમ ઈસમનું નામઠામ પુછતા પોતે પોતાનુ નામ એસાનમીયાં ઝાકીરભાઈ શેખ રહે, બરોડા ભાગળ સાવલી નો હોવાનું જણાવેલ તથા બીજા ઈસમનું નામઠામ પુછતા પોતે પોતાનુ નામ રાહુલભાઈ રમેશભાઈ રાઠોડ રહે.સિધ્ધનાથ મહાદેવની સામે કાલોલ નો હોવાનુ જણાવેલ તથા ત્રીજા ઈસમનું નામઠામ પુછતા પોતે પોતાનુ નામ વિપુલભાઈ મનુભાઈ વાળા રહે.મેઈન બજાર કાલોલ નો હોવાનુ જણાવેલ તથા ચોથા ઈસમનું નામઠામ પુછતા પોતે પોતાનુ નામ રાકેશ શશીકાંત પરીખ રહે.હનુમાન ફળિયું કાલોલ નો હોવાનુ જણાવેલ આવેલ ત્યાર બાદ નાસી જનાર ઇસમો વિષે પૂછતાં જણાવે છે કે જેઓ નાં નામઠામ ખબર નથી જેથી જુગારદાવ ઉપરથી મળી આવેલ કુલ રૂપીયા-૫૫૨૦/- તથા ઉપરોક્ત ચાર આરોપીઓની અંગ ઝડતીમાંથી મળી આવેલ કુલ રૂપીયા-૬૦૬૦/- મળી કુલ રૂપીયા-૧૧,૫૮૦/- ના મુદામાલ કબજે લઇ પકડાયેલા તમામ સામે જુગાર ધારાની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.