NATIONAL

વચગાળાના બજેટમાં મધ્યમ વર્ગ માટે ખુશખબર, પાંચ વર્ષમાં દેશભરમાં બે કરોડ નવા ઘર બનાવાશે

 નાણા મંત્રી નિર્મલા સીતારમણ કેન્દ્ર સરકારનું લોકસભા ચૂંટણી પૂર્વેનું અંતિમ અને વચગાળાનું બજેટ રજૂ કર્યું છે. તેમણે છઠ્ઠી વખત બજેટ રજૂ કર્યું હતું. ચૂંટણી પૂર્વેના બજેટને વચગાળાનું બજેટ કહેવાય છે. નાણા મંત્રીએ દેશના મધ્યમ વર્ગ માટે નવી આવાસ યોજનાની જાહેરાત કરી.

આજે દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણે નવી સંસદમાં પ્રથમ વખત બજેટ રજૂ કરી રહ્યા છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે દેશના મધ્યમ વર્ગ માટે ખૂબ જ મહત્વની અને મોટી જાહેરાત કરી છે. નાણામંત્રીએ મધ્યમ વર્ગ માટે નવી આવાસ યોજનાની જાહેરાત કરી છે. હવે આગામી સમયમાં મધ્યમ વર્ગને પણ આવાસ મળશે. ભાડાના મકાનો, ઝૂંપડપટ્ટીઓ અને અનિયમિત મકાનોમાં રહેતા લોકોને નવું મકાન ખરીદવા અથવા બનાવવાની તક મળશે. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ત્રણ કરોડ આવાસ બનાવવામાં આવ્યા છે. જ્યારે આગામી 5 વર્ષમાં ગ્રામીણ વિસ્તારોમાં બે કરોડ વધુ આવાસ બનાવવામાં આવશે.

નાણા મંત્રી નિર્મલા સીતારમણે વચગાળાનું બજેટ 2024 રજૂ કરતા કહ્યું કે, વિકાસના ફળ હતા તે જનતા સુધી પહોંચવા લાગ્યા છે. દેશને નવી આશા મળી છે. જનતાએ બીજી વખત અમારી સરકારને આશીર્વાદ આપ્યા છે. તેમણે કહ્યું કે, દેશની અર્થવ્યવસ્થા સાચી દિશામાં છે. અમારી સરકારનું ધ્યાન પારદર્શક શાસન પર છે. તેમણે 20 મિનિટ સુધી કેન્દ્ર સરકારની યોજનાઓની સિદ્ધિઓની વાત કરી હતી.

બજેટ ભાષણમાં નાણામંત્રીની કરેલી મહત્ત્વની વાતો…

  • આગામી 5 વર્ષ દેશના વિકાસ માટે શાનદાર હશે
  • રિફોર્મ, પરફોર્મ, ટ્રાન્સફોર્મ પર હશે સંપૂર્ણ ફોકસ
  • સરકાર નેક્સ્ટ જનરેશન રિફોર્મ લાવશે
  • આગામી 5 વર્ષમાં ગરીબો માટે 2 કરોડ ઘર બનાવાશે
  • મધ્યમ વર્ગ માટે હાઉસિંગ સ્કીમ પર વિચાર
  • MSME માટે બિઝનેસ સરળ કરવા પર કામ શરૂ
  • રૂફટૉપ સોલર પ્લાન હેઠળ 1 કરોડ ઘરોને 300 યૂનિટ/મહિનો ફ્રી વીજળી
  • દેશમાં વધુ મેડિકલ કોલેજ ખોલવા પર કામ કરીશું
  • આંગણવાડી સેન્ટરોને અપગ્રેડ કરાશે, ASHA વર્કર્સને આયુષ્માન યોજનાનો મળશે લાભ
  • સર્વાઈકલ કેન્સર માટે વેક્સિનેશન વધારાશે
  • તમામ વિસ્તારોમાં નેનો DAPનો ઉપયોગ વધારાશે
  • પશુ પાલકોની મદદ માટે સરકાર યોજના લાવીશું
  • ડિફેન્સમાં ડીપ ટેક્નોલોજીને પ્રોત્સાહન આપવા માટે યોજના લાવીશું
  • કૃષિ માટે મોર્ડન સ્ટોરેજ, સપ્લાય ચેન પર ફોકસ
  • સરસવ, મગફળીની ખેતી માટે સરકાર વધુ પ્રોત્સાહન આપશે
  • મત્સ્ય યોજનાને પ્રોત્સાહન આપવા માટે કામ કરાશે
  • સી-ફૂડ એક્સપોર્ટ બેગણી કરવાનો ટાર્ગેટ
  • સરકાર 5 ઈન્ટીગ્રેટેડ એક્વા પાર્ક્સ ખોલશે
  • લખપતિ દીદિઓની સંખ્યા 20 લાખથી વધારીને 30 લાખ કરીશું
  • FY25માં ઈન્ફ્રા પર 11.1 ટકા વધુ ખર્ચ કરાશે
  • FY25 માટે 11.11 લાખ કરોડ કેપેક્સનું એલાન, અત્યાર સુધીના સૌથી મોટા કેપેક્સનું એલાન
  • એનર્જી, મિનરલ, સીમેન્ડના 3 નવા કોરિડોર બનાવાશે
  • 4000 રેલવે ડબ્બાઓને વંદે ભારત સ્ટાન્ડર્ડ ડબ્બાઓમાં બદલવામાં આવશે
  • નાના શહેરોને જોડવા માટે 517 નવા રૂટ પર UDAN સ્કીમ લાવશે સરકાર
  • PM સ્વનિધિથી 18 લાખ વેન્ડર્સને કરાઈ મદદ
  • કિસાન સન્માન નિધિ અને પીએમ ફસલ યોજનાથી ખેડૂતોને મજબૂત બનાવાયા
  • 11.8 કરોડ ખેડૂતોને કિસાન સન્માન નિધિનો મળી રહ્યો છે લાભ
  • દેશમાં 3000 નવા આઈટીઆઈઆઈ ખોલાશે
  • 1.40 કરોડ યુવાનોને સ્કિલ ઈન્ડિયાની ટ્રેનિંગ અપાઈ છે
  • 15 નવી AIIMS અને 390 નવા વિશ્વવિદ્યાલય બનાવાયા છે
  • આમ આદમીની આવક 50 ટકા વધી છે
  • પીએમ આવાસ યોજનાના કારણે 70 ટકા ઘરની માલિક બની મહિલાઓ
  • સરકારે અત્યાર સુધી 3 કરોડ ઘર બનાવવાના પોતાના લક્ષ્યને હાંસલ કર્યું
  • આ યોજના હેઠળ આગામી 5 વર્ષમાં 2 કરોડ વધારે ઘર બનાવાશે
  • ઉચ્ચ શિક્ષામાં મહિલાઓની ભાગીદારી 28 ટકા વધી ગઈ
  • 1361 નવી શાકમાર્કેટ જોડાઈ
  • દેશમાં એરપોર્ટ્સની સંખ્યા 149 થઈ ગઈ, ટિયયર 2 અને ટિયર 3 પર ખાસ ફોકસ
  • નમો ભારત અને મેટ્રો ટ્રેન પર ફોકસ હશે
  • દેશમાં નવા મેડિકલ ખોલાશે
  • પીએમ સૂર્યોદય યોજના હેઠળ એક કરોડ ઘરોમાં સોલર લગાવાશે
  • કોલસા ગેસીફિકેશનથી નેચરલ ગેસની આયાત ઘટશે

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

Back to top button
error: Content is protected !!